“અંબાણી પરીવાર” ના ગુરુ કથાકાર “રમેશભાઈ ઓઝા” ગુજરાત ના આ ગામ થી છે ! જુઓ ખાસ તસવીરો….

Spread the love

રમેશભાઈ ઓઝા વિશે આપણે જાણીએ. ભારત દેશ સાધુ અને સંતો ની ભુમી છે અને આજે પણ સૌરાષ્ટ્ર મા અનેક કથાકારો અને સંતો છે જે ધર્મ ની રાહ ચિંધે છે અને સાથે જ લોક જાગૃત પણ ફેલાવે છે ત્યારે જો મુખ્ય કથાકરો ની વાત કરવામા આવે તો તેમા ગીરી બાપુ , મોરારી બાપુ , જીગ્નેશ બાપુ અને રમેશભાઈ ઓઝાનુ નામ આવે છે. રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે અને તેની વાણી મા એટલી મીઠાસ છે કે સાંળનાર સાંભળતા જ રહે છે. ઘણા લોકો તેમની કથા મા હાજરી આપે છે પરંતુ તેના જીવન વિશે ઘણી બાબતો હશે છે આજે પણ લોકો નથી જાણતા.

રમેશભાઈ ઓઝાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ 31 ઓગસ્ટ ૧૯૫૭ ના રોજ સૌરાષ્ટ્ર ના નાના એવા ગામ દેવકામા થયો હતો જે અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા મા આવેલુ છે. રમેશભાઈનો જન્મ બ્રાહ્મણ પરીવાર મા થયો હતો અને તેમના માતા લક્ષ્મીબેન અને પિતાનું નામ વ્રજલાલ ભાઈ ઓઝા હતું. જ્યારે તેમના પરોવાર મા કુલ 4 ભાઈ અને 2 બહાનો છે.

article 2022615614260851968000

રમેશભાઈ ઓઝાનુ પ્રાથમિક શિક્ષણ રાજુલા નામના ગામ નજીક આવેલા તત્વ જ્યોતિ શાળામાંથી થયુ છે. આપને જાણીને નવાઈ લાગશે કે રમેશભાઈ ઓઝા એ સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો છે અને આજે પણ તેમની વાણી એટલી સ્પષ્ટ છે કે તેમના સાંભળવા ગમે અને અગરેઝી ભાષા ના શબ્દો મા પણ ઘણી વખત વર્ણન કરતા જોવા મળે છે. રમેશભાઈ ઓઝા એ ભાગવત નુ જ્ઞાન પોતાના પિતા પાસે થી મેળવ્યુ છે.

Patotsav Day 3 Brahmarshi Awardee

આપને જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા કથાકર સાથે એક સંસ્થા પણ ચલાવે છે જેગુજરાત સરકાર તરફથી પ્રતિભાવ એ અપાયેલી ૮૫ એકર જમીનની અંદર સ્થાપેલ છે. જે પોરબંદર એરોડ્રામ સામે આવેલી વાવ ગામે છે અને સંસ્થા નુ નામ સાંદિપની વિદ્યાનિકેતન નામે સંસ્થા આશરે સાત કરોડ રૂપિયાના અનુદાનનો તૈયાર કરવા મા આવી છે આ સંસ્થા મા હજારો વિદ્યાર્થી ઓ ને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે.

રમેશભાઈ ઓઝા કોલેજ મા અંગ્રેજી માધ્યમ મા ભણેલા છે અને આગળ જતા એકાઉન્ટ થવા માંગતા હતા પરંતુ નાનપણ થી તેમના મિત્રો સાથે કથા કથા રમતા હતા અને નાનપણ થી જ કથા તેમનો રસ નો વિષય રહ્યો હતો રમેશભાઈ ના કાકા પણ કથાકર હતા. 1987 મા 30 વર્ષ ની ઉમરે ભાગવત કથા પારાયણ માટે તેમને લંડનથી આમંત્રણ મળ્યું હતું અને તેવો એ ત્યા કથા કરી હતી આ કથા મા તેવો ને 2.5 કરોડ ની મારબત રકમ મળી હતી અને તેવો એ તે રકમ ગુજરાતની અંદર આંખની હોસ્પિટલો ને દાનમાં આપી દીધી હતી બસ ત્યાર થી જ રમેશભાઈ ઓઝા માન સન્માન વધી ગયુ હતુ અને આજે લાખો લોકો તેમને આદર્શ માને છે, તેમાં સૌથી મોખરે છે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર.

News1637328987

ધીરુભાઈ થી લઈને આજે તેમનો પરિવાર પણ રમેશભાઈ ઓઝા ને બહુ જ આદર અને સન્માન આપે છે, તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે, જામનગરમાં સ્થાપેલ રિલાયન્સ કંપનીનું ઉદ્ઘાટન પણ શ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયેલ તેમજ આ સિવાય અંબાણી પરિવારનાં કોઈપણ શુભ કાર્યમાં રમેશભાઈની અવશ્યપણે હાજરી હોય છે. જ્યારે સંપત્તિના લીધે બંને ભાઈઓમાં અણબનાવ બન્યો હતો ત્યારે ભાઇશ્રી એ જ નિવારણ આપ્યું હતું.

Who will get the command of Reliance Industries Mukesh Ambani

ખાસ કરીને અંબાણી પરિવાર અને કોકિલા બેન શ્રી રમેશભાઈ ઓઝાના આશ્રમને દર્શન કરવા અનેકવાર તેમજ ગુરુ પૂર્ણિમાન દિવસે જાય છે.હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, શ્રી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ છે. કોકિલા બહેન શ્રી રમેશભાઈ ઓઝાની કથા વાર્તાઓ સાંભળતા હતા અને તેમનાથી પ્રભાવીત થયા એટલે ધીરુભાઇ પોતાના ઘરે રામકથા રાખી જેમાં શ્રી રમેશભાઈ ઓઝા વક્તા તરીકે પધાર્યા તે દિવસ થી અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *