૩૮ વર્ષની મહિલા ક્રિકેટર મિથાલી રાજ છે હજી અપરણિત, જાણો તે કોની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.

Spread the love

હાલના સમયમાં મિથાલી રાજને કોણ નથી ઓળખતું, બધ જ ક્રિકેટ પ્રેમીઓએ મિથાલી રાજ ને ઓળખે છે. મિથાલી રાજએ પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેણે પોતાન વનડે કરિયરમાં સૌથી વધુ રન્સ બનાવ્યા છે ,તેણે વિશ્વ ક્રિકેટમાં ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની મેચમાંથી વિશ્વ ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો. તેમ જ તેણે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં તેના નામે ૨૩૬૪ રન પોતાના નામે કર્યાં છે. મિથાલી રાજને વિશ્વની શ્રેષ્ઠ બેટ્સમેનોમાં તેની ગણના કરવામાં આવે છે.

મિથાલી રાજએ આ સમયે વનડે અને ટેસ્ટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. તે છેલ્લા ૨૨ વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે જોડાયેલ છે. હાલમાં જ તેણે પોતાના લગ્ન વિશે જણાવતી હતી. ‘કપિલ શર્મા શો’ માં મિથાલી રાજએ જોવા મળી હતી, તેની સાથે ક્રિકેટર હરમનપ્રિત કૌર, વેદા કૃષ્ણમૂર્તિ અને ઝૂલન ગોસ્વામી પણ મેહમાન તરીકે હાજરી આપી હતી. આ શો દરમિયાન જ કપિલ શર્મા એ એક આ ક્રિકેટરોને એક રસદાયક સવાલ પૂછ્યો, કપિલ પૂછે છે કે તમે ક્યાં બોલીવુડ અભિનેતા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવો છો?

આ સવાલનો જવાબ આપતા હરમનપ્રિત જણાવે છે કે ‘મને રણવીર સિંહ પસંદ છે પણ તે તમારા વાળી સાથે સેટ છે’ આવું તે એટલા માટે કહ્યું કારણ કે કપિલ શર્માએ પોતાના શોમાં ઘણી વખત કહ્યું હતું કે તેણે દીપિકા પાદુકોણ પસંદ છે, જ્યારે વેદાએ આ સવાલનો ખુબ મસ્તીના મૂડમાં જવાબ આપતા કહે છે કે’ તમને દીપિકા પસંદ છે મને રણવીર, આપણે બને કરી લઈએ સેટિંગ’ , તેમ જ ઝૂલન ગોસ્વામી જણાવે છે કે તેને શાહરુખ ખાન વધુ પસંદ છે.

મિથાલી રાજનો જન્મ ૩ ડીસેમ્બર ૧૯૮૨માં રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તમને જણાવી દઈએ કે મિથાલી રાજને સ્પોર્ટસ ઓછું પસંદ હતું પણ તેના પિતાની જીદના લીધે તે ક્રિકેટર બની હતી. તેને અભિનય કરવો ખુબ ગમતો હતો, તે ભરતનાટ્યમની ટ્રેનીગ પણ લઇ ચુકી છે. મિથાલી રાજની આટલી ઉમર હોવ છતાં તે અપરણિત છે,

આટલા ઉમર હોવા છતાં તેને લગ્ન ન કરાવનું બોવ જ ખાસ છે. ‘મીડ ડે’ માં લેવામાં આવેલ ઈન્ટરવ્યુંમાં મિથાલીએ આ કારણ જણાવતા કહ્યું છે કે, ‘ ઘણા સમય પેહલા, જયારે હું નાની હતી ત્યારે મને આ વિચાર આવ્યો હતો, પણ હવે હું વિવાહિત લોકોને જોવતો આ વિચારએ મારા મનમાં નથી આવતા. હું અપરણિત રહી ને બોવ જ ખુશ છુ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *