કિશન ભરવાડને ન્યાય મળે એ માટે મેદાનમાં આવ્યા આપના ગુજરાત ના સાહિત્ય કલાકારો અને કરી એવી મોટી વાત….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ગુજરાતના લોકોમાં રોષ ની લાગણી છે કારણકે થોડા દિવસ પહેલા જ બે વિધર્મિ લોકો દ્વારા મૌલાના ના ભડકાઉ ભાષણો સંભાળી અને ગઝવે હિંદ ના દેશ વિરોધી એજન્ડા સાથે જેહાદ ના હેતુથી કિશન ભરવાડ નામના યુવક ને તેમના જ ઘર પાસે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યા ને કારણે આખા રાજ્યના લોકોમા રોષ અને દુઃખ ની ભાવના છે. એક તરફ જ્યાં લોકો કિશન ભરવાડના હત્યા ને કારણે દુઃખી છે. તો બીજી બાજુ લોકો દ્વારા કિશન ભરવાડના હત્યારાઓને આકરી અને તુરંત સજા મળે તેવી પણ માંગણી કરવામાં આવી છે. હાલમાં આ હત્યાકાંડ ને લઈને ગુજરાત માં તો રોષ છે જ સાથો સાથ હવે રાજ્ય બારથી પણ લોકો આ જેહાદી ષડયંત્ર ને વખોડી રહ્યા છે.
તેવામાં ચાલો આપણે અહીં આ હત્યાકાંડ ને લઈને અમુક મોટા કલાકારો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે બાબત ને લઈને જાણકારી મેળવીએ. મિત્રો કિશન ભરવાડ ના હત્યા ના બનાવ માં સૌપ્રથમ બોલીવુડ માથી કવિન કંગના રાણાવતે પ્રતિક્રિયા આપતા આ હત્યાકાંડ ની નિંદા કરી હતી.
જો કે હાલમાં રાજ્યના વિવિધ સાહિત્યકાર દ્વાર પણ કિશન ભરવાડના હત્યા ને લઈને પોતાના મત રજૂ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સૌથી પહેલું નામ માયાભાઈ આહીર નું છે. આપણે સૌ જાણીએ છિએ કે માયાભાઈ આહીર લોકોમાં ઘણા લોકપ્રિય છે કિશન ભરવાડના હત્યા ને લઈને તેમણે જણાવ્યું કે કિશન એ માત્ર ભરવાડ નો જ નહીં પરંતુ દેશનું પુત્ર છે. તેના હત્યારાઓ ને જલ્દી સજા મળવી જોઈએ.
આ ઉપરાંત પોતાની વાત બેબાકી થી કરનાર અને લોકોમાં જુસ્સો ભરી દેનાર દેવાયત ખવડે પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમણે કિશન ભરવાડના હત્યા ની નિંદા કરતા જણાવ્યું કે હિંદુ સમાજે નાત જાત ના વેર ભૂલી ને એક થવું જોઈએ. તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે ન તો આ દેશ નબળો છે કે ન આ દેશના દેવો નબળા છે. ઉપરાંત હિંદુ સંસ્કૃતિ ની રક્ષા માટે જ્ઞાતિ ના ભેદભાવ ભૂલવા જોઈએ.
કિશન ભરવાડ ના હત્યા ને લઈને રાજભા ગઢવીએ પણ પોતાના સુર તીખા કર્યા છે. અને પોતાની બુલંદ અવાજે કિશન ને ન્યાય મળે તે માટે અપીલ કરતા જણાવ્યું કે દરેક સમાજ ના મોભીઓ એ અંદરની વેર લાગણી છોડવી અને એક થવું જોઈએ. ઉપરાંત તેમણે પોલીસ અને રાજ્યના ગૃહમંત્રી ના કામ ના પણ વખાણ કર્યા.
આ બાબત ને લઈને લોકપ્રિય ભજનગાનાર હેમંત ચૌહાણ દ્વારા પણ કિશન ભરવાડને ન્યાય મળે તે માટે અપીલ કરી અને જણાવ્યું કે મારી સાંત્વના કિશન ભરવાડના પરિવાર સાથે છે. ઉપરાંત તેમણે કિશન ભરવાડ ની આત્માની શાંતિ ની પણ કામના કરી.