ડુંગરપુર મા આવેલું માં ખોડીયાર નું 355 વર્ષ જુનું મંદિર ના ચમત્કાર વાંચી ને તમે પણ…..
શક્તિ ની પુજા એ તો દરેક જીવ ના આનંદ નું રહસ્ય છે. શક્તિ સાધના કરવા થી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ શક્તિ ના અનેક રૂપો છે. તે રૂપો માં એક રૂપ છે મા ખોડિયાર નું. ખોડિયાર મા નો ઇતિહાસ ઘણો જ જૂનો છે. તેમાં પણ ખોડિયાર માતા એ તો ચારણો ની મા કહેવાય. તેમના અનેક મંદિર ગુજરાત મા આવેલા છે. આ ઉપરાંત રાજસ્થાન મા પણ તેમના મંદિર સ્થાપિત છે. ગુજરાત ની વાત કરવા મા આવે તો ખોડિયાર મા ના વધારે પડતાં મંદિરો વાગડ ના અંચલ થી જોડાયેલા છે અંચલ એટલે કે ગ્રામીણ સંસ્કૃતિ થી જોડાયેલ.
આથી ગુજરાત નો આ વાગડ વિસ્તાર એ ગુજરાત ના સંગમ સ્થળ દક્ષિણ રાજસ્થાન નો વાગડ વિસ્તાર પણ વર્ષો થી દેવી ખોડિયાર ની આરાધના કરે છે. અહી અમે મા ખોડલ ના એક એવા જ મંદિર વિશે વાત કરીએ છીએ જે મંદિર ડુંગરપુર શહેરના સૌથી પ્રાચીન ભાગ ના સૂરજપુર વિસ્તાર (વર્તમાન મા દર્જી વાડા) મા આવેલું છે. જે 355 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર વાગડ નું સૌથી પ્રાચીન મંદિર માનવા મા આવે છે.
કહેવા મા આવે છે કે મહારાવલ ગિરિધરદાસ ના સમય મા વિક્રમ સંવત 1717 ની આસો સુદ 8 આઠમ (ઇ.સ.1660) ના દિવસે ખુલ્લા ચબૂતરા ઉપર મુર્તિ ની પ્રતિષ્ઠા કરવા મા આવી હતી. ઇ.સ. 1928 મા પન્નાલાલ જી. દોશી એ મંદિર નું નિર્માણ કરાવ્યુ હતું. તેમની સેવા અને પુજા થી તેમના ઘર મા સુખ-સમૃધ્ધિ , યશ અને વંશમાં વધારો થયો. તે સમય થી લઈ ને આજ સુધી પન્નાલાલ દોશી નો પરિવાર મંદિર સાથે સંકળાયેલ રહેલ છે. માતા ની સમયસર પુજા અર્ચના અને મંદિર નું પુનઃ નિર્માણ નું કાર્ય ધીમે-ધીમે વધી રહ્યું છે. તેમજ ઇ.સ.1965 મા આ વિસ્તારમાં દર્જી અને પંચાલ તેમજ સોની સમાજ દ્રારા ગરબા મહોત્સવ ઉજવવામાં આવે છે.
આવી રીતે આ શહેર ના સૌથી જૂના ગરબા માથી એક છે. આ મંદિર મા સ્થાપિત ખોડિયાર મા લોકદેવી હોવા ની સાથે સાથે તે રાઠોડ વંશ ની ઉપાસક દેવી પણ છે. આ મંદિર મા નવરાત્રિ ના દિવસો મા માતા ને વિશેષ શૃંગાર ધરાવવા મા આવે છે. વર્તમાન મા આ મંદિર નો જીર્ણોદ્ધાર નું કાર્ય આગળ વધી રહ્યું છે. ભરતપુરી પત્થરો થી બનાવેલ સુંદર શિલ્પ ના ઝરોખા થી મંદિર ની શોભા વધે છે.
અહી આ મંદિર મા થતાં ગરબા એ આ મંદિર નું લગભગ 53 વર્ષ જૂનું ગરબા મંડળ છે. આ ગરબા મંડળ ની સ્થાપના ડુંગરપુર મા સૌથી જૂના ગરબા મંડળ ના રૂપે થઈ છે. પહેલા ના સમય મા દર્જીવાડા એ સૂરજપુર ના નામ થી ઓળખાતું હતું. મા ખોડિયાર ની કૃપા થી આજે વાગડ સ્થિત ખોડિયાર માતા ના મંદિર મા ગરબા મહોત્સવ તેમજ તેના જીર્ણોદ્ધાર નું કાર્ય થઈ રહ્યું છે.