જમરૂખ ખાવા થી થઈ શકે છે આવા ફાયદા તમને…….

Spread the love

શિયાળાના સમયમાં પોતની શરીરની કાળજી લેવી ખુબ જરૂરી છે એટલા માટે આપણે ખોરાક બાબતે ઘણી બધી તસ્દીઓ લેવી પડે છે જે આપણને સ્વસ્થ રાખે અને આપણને થતા શિયાળાના રોગોથી બચાવી શકે. આપણે આપણી તન્દુરસ્તી જાળવવા માટે અમુક પ્રકારના ફળો ખાવા જોઈએ જેથી આપની સેહત જળવાય રહે. તેવું જ એક ફળએ જમરૂખ છે. આ ફળમાં ભરપપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન c પોટેશિયમ અને ફાયબરથી ભરપુર હોય છે. જમરૂખ ફળમાં ૮૦ ટકા પાણીના હોય છે જે આપણી ચામડીને હાઈડ્રેટ રાખવાનું કાર્ય કરે છે.

શિયાળાના દિવસોમાં શરદી – ઉધરસ હોવીએ આમ વાત છે, જમરૂખના પાનમાં ભરપુર પ્રમાણમાં વિટામીન c અને આયર્ન હોય છે જે શરદી અને ઉધરસ મટાડવા માટે ઉપયોગી થાય છે એટલું જ નહી તે ખાવાથી શરીરની ઈમ્યુનીટીમાં વધારો થાય છે. જો ઉધરસ હોય તો તે સમયે પાકું જમરૂખ ખવાય નહી પણ કાચું જમરૂખ ખાય શકાય છે. જમરૂખમાં વિટામીન c હોવાને લીધે તે આંખની રોશની પણ વધારે છે.

જાણકારી અનુસાર જમરૂખએ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ફયદા કારક છે એટલું જ નહી તે બ્લડ શુગરને પણ કન્ટ્રોલ કરે છે. ખાસકરીને જમરૂખના પાનના અર્ક ઇન્સુલીન રેજીસ્ટેસ અને બ્લડ શુગર પર ખુબ કન્ટ્રોલ રાખે છે. તેના પાનની ચા પીવામાં આવે તો બ્લડ શુગર ઓછું થાય છે. જમરૂખમાં ગ્લાઈકેમિકલ ઇન્ડેક્સ ઓછું હોય છે જે બ્લડ શુગરના સ્તરને વધતા અટકાવશે.

જમરૂખએ દિલ માટે ખુબ ફાયદાકારક છે. જમરૂખમાં આવેલ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન હદયને ફ્રી રેડિકલ્સ ખરાબ થવા થી બચાવે છે. જમરૂખમાં કેળા જેટલું જ પોટેશ્યમ ધરાવે છે જે હદયની સેહતને દુરસ્ત રખે છે. જમરૂખના પાન પણ બ્લડ પ્રેશરને ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલને વધારી અને બેડ કોલેસ્ટ્રોલનો ઘટાડે છે, જમતા પેહલા એક પાકું જમરૂખ ખાવાથી બ્લડ પ્રેશર ૮-૯ પોઈન્ટ જેટલું ઘટી જાય છે.

જો તમે પોતાનો વજન ઓછો કરવા માંગતા હોય તો જમરૂખથી સારું કોઈ ફળ નથી, આ ફળમાં કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે આથી આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભર્યું રહે છે.જમરૂખના પત્તાએ એન્ટીકેન્સરનો ગુણ ધરાવે છે. ટેસ્ટ ટ્યુબ અને એનીમલ સ્ટડીઝની રીતે, જમરૂખએ કેન્સરની અર્ક કોશિકાઓને વધવાથી અટકાવે છે. જમરૂખમાં આવેલ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી બચાવે છે. સ્ટડીસ અનુસાર જાણવા મળ્યું છે કે જમરૂખના પાનના તેલમાં એન્ટી-પ્રોલીફેરેટિવ પદાર્થ હોય છે જે કેન્સરના પ્રસારને રોકવા મદદ રૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *