જો તેમ પણ BOB ના ખાતા ધારક છો તો હવે તમને પણ મળશે આ બે ખાસ સુવિધાઓ….જાણો વિગતે

Spread the love

દરેક લોકો જાણે જ છે કે બઁક ઓફ બરોડા એ ભારતની અગ્રણી જાહેર ક્ષેત્ર ની બેંકોમાની એક બેક છે જેમાં ગ્રાહકો અને સંભવિત ગ્રાહકો ને સરળતા ખાતર બે નવીન ગ્રાહક સેવા પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં બેન્ક એ પોતાની વેબસાઇટ પર લાઈવ વિડીયો કોલિંગ સેવા, વિડીયો ચેટ સેવા અને bob લાઈવ ચેટ રજૂ કરી છે જેના દારા લોકોને બેન્ક સાથે સહેલાઇથી સંપર્કમાં અવનું અને બેન્કના પ્રશ્નો નું નિરાકરણ સરળ થયું છે

બેન્ક દ્વારા 7 x 24 x 365 દિવસ શરૂ રહેવાની સાથે સાથે ગ્રાહકોને યાદ રહે તેથી એક સરળ, સિંગલ અને 8 અંકનો ટોલ ફ્રી નંબર પણ લોન્ચ કર્યો છે. જે 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિય, પંજાબી અને બંગાળી ભાષાનો સમાવેસ થાય છે. આ ટોલ ફ્રી નંબર 1800 5700 છે .બેન્ક ઓફ બરોડા તેના ગ્રાહકોની સરળતા ખાતર લાઈવ વિડીયો ચેટ અને લાઈવ વેબ ચેટ સેવાઓ પૂરી પાડનારી પ્રથમ PSU બેન્ક છે.

ચેટ સુવિધા ધરાવતી વેબસાઇટ ની માહિતી

બેન્ક ઓફ બરોડા એ આ લાઈવ ચેટ સુવિધા પોતાની બેન્ક ની વેબસાઇટ www. bankofbaroda.in દ્વારા મેળવી સહકાય છે. ADI એ બેન્કના વેચ્યુયલ આસિસ્ટન્ટ છે જે ADI સાથે ચેટ કરતી વખતે ગ્રાહકો તેમના પ્રશ્નો ના નિરાકરણ માટે ગ્રાહક સેવા એક્સિક્યુટિવ સાથે લાઈવ ચેટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે bob વિડીયો ચેટ ની સુવિધા બેન્ક ની વેબસાઇટ ના હોમ પેજ પર તેમજ દેશભરના બેન્ક ના ડિજિટલ બુકિંગ યુનિટ્સ પર ઉપલબ્ધ છે જ્યાં લોકો વિડીયો દ્વારા ગ્રાહક સંપર્ક કેનર ના એકસિકયુતિ સાથે વાત કરી શકે છે .

આ સેવા દ્વારા ગ્રાહકોને તરત જ એક્સિક્યુટિવ સાથે વિડીયો કનેક્ટ કરી આપવામાં આવે  છે અથવા અઠવાડીયા દરમિયાન તેમની અનુકૂળતા મુજબ કોલને શેડયુલ માં પણ કરી શકે છે. bob વિડીયો ચેટ અને bob લાઈવ ચેટ ના કામકાજ ની કલાકો બેન્ક સમય આ અનુસાર એટ્લે કે સવારે 10 થી 6 દરમિયાન ઉપલબ્ધ હોય છે. જેમાં ગ્રાહકો તેમના તમામ બિન નાણાકીય પ્રશ્નો ના જવાબ આ સુવિધાના આધારે મેળવી શકે છે.

શ્રી દિનેશ પંત , ચીફ જનરલ મેનેજર- ઓપરેશન્સ બેન્ક ઓફ બરોડા વિષે જાણકારી આપતા જણાવ્યુ હતું કે” bob લાઈવ ચેટ અને બોબ વિડીયો ચેટ લોન્ચ કરવાનો હેતુ ગ્રાહક અનુભવને વધારવાનો છે. નવી ઇન્ટરેક્ટિવ સેવાઓ અમારા ગ્રાહકોને તેમના બેંકિંગ પ્રશ્નોના જવાબ આપવા માટે ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ સુધી સરળતાથી પહોંચવાની મંજૂરી આપશે. આ સુવિધા ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર લાઈવ ચેટ ઈન્ટરફેસ દ્વારા સંખ્યાબંધ ઉત્પાદનો અને સેવાઓ વિશે માહિતી મેળવવામાં મદદ કરશે, જેનાથી ગ્રાહકોના અનુભવમાં વધારો થશે તેમજ બેંકના શાખા નેટવર્કની કાર્યક્ષમતામાં સુધારો થશે.”

તમારી જાનકારી માટે જણાવી દઈએ કે BOB બેન્કની એવી વર્લ્ડ મોબાઈલ એપ છે કે જેમાં ગ્રાહકો ને આ એક એપ માં જ બચત, રોકાણ, ઉધાર અને ખરીદી નો અનુભવ પ્રદાન કરે છે. આ એપ વિડીયો KYC દ્વારા એકાઉન્ટ ઓપનિંગ કરીને માનવંતા ગ્રાહકો ને સાથે સાથે બિન ગ્રાહકો ને પણ સેવા આપે છે. ત્યાં જ બેન્ક નું વિજન તેના વૈવિધ્યસભર ગ્રાહકો ના આધાર ની સાથે મેલ ખાય છે જેમાં તેમના વિશ્વાસ અને સુરક્ષાની ભાવના પ્રસ્થાપિત કરે છે. આ સાથે જ bob વર્લ્ડ તેના ડિજિટલ ટ્રાન્સફોરમેશન તરફ ની ગતિ ના રોડમેપ નો પણ પુરાવો પૂરો પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *