સારૂ સ્વાસ્થ મેળવા માટે કરો આ ત્રણ પીણાંનું સેવન…

Spread the love

હાલમાં તમે જાણો જ છો કે ઠંડીની શરૂઆત થય ચુકી છે આથી એવી ઘણી એવી બીમારી છે જે ઠંડીના લીધે થય શકે છે અને સાથો સાથ કોરોનાથી બચવા માટે સારું સ્વાસ્થ્યએ ખુબ જરૂરી છે. આથી આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સૌ કોઈએ પોષ્ટિક આહાર અને એવા આરોગ્યપ્રદ પીણાંનું સેવન કરવું જોઈએ જેનાથી આપણને કોઈ બીમારી ન થાય. એવા જ ત્રણ પીણાં વિશે આજે અમે તમને જણાવાના છીએ.

અધિકતમ બીમારીઓની શરુઆતએ પેટ દ્વારા જ થાય છે અને આપણું પેટ એ એક માત્ર એવું અંગ છે જે આપણે લીધેલ ખોરાકના માધ્યમથી સીધા બાહરી દુનિયા સાથે સંપર્ક કરે છે.પેટને સ્વાસ્થ્ય રાખવુંએ કોઈ પણ સ્વાસ્થ સબંધી સમસ્યાને સુધારવા માટેનું પેહલું ડગલું છે. આ પીણાનું નામ એ ગત હિલર છે, આ પીણુંએ થનારી ઘણી બધી બીમારીઓને અટકાવે છે. આ પીણું બનાવા માટે મુખ્ય સામગ્રી તરીકે એક નાની કોબી, થોડા સોયા , આદુ, એક પાનનું પત્તું, સોફ્ટ પાવડર અને એક ચમચી એલ-ગ્લુટામાઇન પાવડરની જરૂર રહે છે. આ પીણાં માં એ સામગ્રીનો ઉપયોગ કર્યો છે જે આપણને પાચનને સ્વસ્થ રાખવા માટે, ગેસ, કબજિયાત અને એસીડીટી જેવી મુશ્કેલીઓ દુર કરવા મદદ કરશે.

સારા સ્વાસ્થ માટે પેહલી અને મહત્વની શરતએ સ્વસ્થ કોલન છે. કબજિયાત જેટલો ઓછો હશે તેટલું જ કેન્સર સામે રક્ષણ મળશે. આથી તેણે દુર કરવા માટે એક સ્મુધિ બનાવામાં આવે છે જે આ બીમારીઓ ને દુર કરે છે. આ પીણાંનું નામએ કોલન ક્લેજર છે, આ પીણાં માં સામગ્રી તરીકે નાશપતિ, સફરજન, લીંબુનો રસ, લીક્રીસ પાવડર, કાળી કિશમિશ અને એક કપ પાણીની જરૂર પડે છે. આ બધી સામગ્રીઓને એક સાથે ગ્રાઇન્ડ કરીને ગ્લાસ ક્યાં તો મેસનના જારમાં નાખવું અને આ પીણાંને ઠંડું કરીને પણ પીય શકાય છે. આ પીણાંમાં હાય ફાયબર સામગ્રીઓ છે , જે કોલનના ટોક્સીન્સને સરળતાથી બહાર કાઢે છે અને નિયમિત રૂપે મળ ત્યાગમાં મદદ કરે છે.

શરીરને એકલાઇન અને તાજું રાખવા માટે ડીટોક્સ સુપરફૂડ સ્મુદી બનવામાં આવે છે. આ સ્મુદી બનવા માટે જુકીની, પાતળી સેલરી દાંડી, માઈક્રોગ્રીન્સ, હેલોપેનો, તાજા આદુના ટુકડા, લીંબુનો રસ, જવનો પાવડર , મુઠ્ઠી ભર ફુદીનાના પાન અને મુઠ્ઠી ભર કોથમીરનો જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી સામગ્રી ભેગી કરીને સારી રીતે બ્લેડ કરે અને સ્મુદી બનાવીલ્યો. જો એવું લાગે તો તેમાં થોડું પાણી નાખવું અને આ સ્મુદીને મેસન ક્યાં તો ગ્લાસમાં ભરી લેવું. આ સ્મુદીએ કોશિકાઓને હાઈડ્રેટકરવા અને પોષણ દેવાની સાથો સાથ તમારા લોહીને શુદ્ધ કરવામાં મદદ રૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *