બિહારના પટનામાં અપરાધીઓએ યુવતીના મોઢામાં ગોળી મારીને કરી હત્યા
હાલના સમયમાં રોજબરોજ ઘણા બધા હત્યા, ચોરી, લુટફાટ, મારામારી જેવી ઘટનાઓ બનતી રેહતી હોય છે. તેવી જ એક હત્યાની ઘટના વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે જે તમે જાણીને એમ જ કેહ્શો કે કોઈ માણસએ આટલો બધો ક્રૂર કઈ રીતે હોય શકે. આ ઘટનાએ બિહાર રાજ્યના પટના શેહરના નૌબતપુર ગામની છે.
જ્યાં અપરાધીઓએ યુવતીને મોઢા પર ગોળી મારીને હત્યા કરી નાખી હતી, ગોળી નો અવાજ સાંભળીને ગામના લોકો ત્યાં પોહચ્યા પણ ત્યાં સુધીમાં તો ખુબ મોડું થઈ ચુક્યું હતું. આ ઘટન સ્થળ પર તુરંત જ નૌબતપુર પોલીસએ ઘટના સ્થળ પર પોહચી ચુકી હતી. પોલીસ દ્વારા આ મૃત યુવતી વિશે પૂછ-પુરછ કરવામાં આવી. હજી સુધીતો મૃતક યુવતીની ઓળખાણ નથી થઈ પરંતુ પોલીસનુ માનવું છે.
કે આ યુવતીની હત્યાએ તેના કોઈક સગા સબંધીઓ દ્વારા કરવામાં આવી હશે. આ ઘટનાએ બુધવારે બની ચુકેલી છે, જેમાં અપરાધીઓએ યુવતીને નજીક જઈને તેના મોઢામાં ગોળી મારી હતી, આથી તે યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મૌત નીપજ્યું હતું. હાલતો આ ઘટના વિશે નૌબતપુર પોલીસ દ્વારા સપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકના કપડા પર થી લાગી રહ્યું છે કે મૃતક યુવતીએ સારા પરિવારની રેહવા વાળી છે, તેણે અપરાધીઓએ મૃતક યુવતીને સાવ નજીકથી ગોળી મારી હશે તેવું જાણી શકાય છે. આ મૃતક યુવતીના મોઢા અને ચેહરા પર થી ખુબ લોય નીકળી રહ્યું છે, એટલું જ નહી આ શબની બાજુમાં બે માસ્ક પણ જોવા મળ્યા હતા, આ ઘટનાએ ગામમાં હડકંમ્પ મચાવી દીધો છે. એએસપિ મનીષ કુમાર જણાવે છે કે આ મૃતક યુવતીની ઓળખાણ કરવા માટે પોલીસએ તપાસમાં લાગી ચુકી છે. તે જણાવે છે કે આ ઘટના બનવાનું કારણ શું છે તે બાબતની હજી સુધી કોઈ ખબર મળી નથી.