બજરંગદાસ બાપા ની આ વાત તમે ક્યારેય જાણી નહીં હોય, જાણો સમગ્ર વાત…..

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત ની ભૂમિ સાધુ સંતોની ભૂમિ રહી છે અહીંયા અનેક પુણ્ય આત્મઓ એ જન્મ લીધો છે. વળી અનેક ભગવાનો પણ અહીં વિવિધ સ્વરૂપે અવતરિત થયા છે. જો વાત આવા સાધુ અને સંતો અંગે કરીએ તો તેમને પણ લોકો ભગવાનનું જ રૂપ માને છે.

ભારતમાં જન્મેલા આવા સાધુઓ ઘણા જ દયાળુ અને લોકો ને મદદ કરવામાં સદેવ તત્પર રહેતા હતા. આવા સાધુ અને સંતોએ પોતાના જ્ઞાન દ્વારા સાક્ષાત ભગવાનને પામ્યા હતા. તેમણે સમયે સમયે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમજ અને લોકો ની સેવા માટે કર્યો હતો. આપણે અહીં એક એવાજ મહાન સંત અને લોકો જેમને સંત શિરોમણી તરીકે ઓળખે છે તેવા પરમ પૂજ્ય બજરંગદાસ બાપા વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ બાપા ગુજરાત ની સંત ભુમી સૌરાષ્ટ્ર ના બગદાણા માં બિરાજમાન છે. જો વાત બાપા ના કુટુંબ અને તેમના બાળપણ અંગે કરીએ તો બાપા નું કુટુંબ રાજસ્થાનનુ છે તેઓ રામાનંદ સાધુ છે તેમનો જન્મ 1906 ની આસપાસ ભાવનગર ના ઝાંઝરીયા હનુમાનજી મંદિર ગામ અધેવાડામા થયો હતો.

તેમનું બાળપણ નું નામ ભક્તિરામ હતું. જો વાત બાપા ના માતા પિતા અંગે કરીએ તો બાપા નાં માતાનું નામ શિવકુવર બા જ્યારે પિતાનુ નામ હરીદાસ બાપુ છે. લોકો તેમને ભગવાન ના અવતાર માને છે. આજે પણ રોજના હજારો લોકો બાપા ના દર્શન કરવા બગદાણા આવે છે અને દરેક લોકો ને અહીં પ્રસાદી પણા મળે છે. ઘણી મોટી સંખ્યામાં લોકો ને અહીંયા પ્રસાદી આપવામાં આવે છે.

આપણે અવાર નવાર બાપાના પરચા જોયા છે જો વાત બાપા નાં ગુરુ અંગે કરીએ તો તેઓ ભક્તિ ની તલાસ માં અયોધ્યા પહોંચી ગયા અને અહીં તેમણે સીતારામજી બાપુ પાસેથી ભક્તિ અંગે ના માર્ગ મેળવ્યો. તેઓ નાનપણથી જ પ્રભુ ભક્તિ માં લીન રહેતા.

તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *