બોલીવુડ ની આ ખાસ હીરોઈન ને ઓળખી બતાવો! જો ના ઓળખી શકો તો….

Spread the love

બાળપણ દરરેક લોકો નું ખુબ સારું હોય છે અને આ દરમિયાન પાડેલા ફોટા ને જયારે મોટા થઇ ને જોવા માં આવે ત્યારે એક અલગ જ લાગણી નો અનુભવ થાય છે.આપણે અવાર નવાર બોલીવૂડ સ્ટાર્સ ની જૂની કે બાળપણ ની તસ્વીરો જોઈ હોય છે તે જોઇને ઘણી વાર હસવું આવી જાય છે કે પહેલા કેવા દેખાતા હતા અને હવે કેવા દેખાય છે.

પરંતુ છેલ્લા થોડા દિવસો થી સોશિયલ મીડીયા માં એક નાની બાળકી ની તસ્વીરો વાયરલ થઈ રહી છે,પરંતુ મોટા ભાગના લોકો તેને ઓળખી શક્યા નથી.શું તમે આ તસ્વીર માં દેખાતી બાળકી ને ઓળખી શકો છો? જણાવી દઈએ કે આ ગોલ મટોલ જેવી દેખાતી છોકરી અત્યારે બોલીવૂડ ની જાણીતી એક્ટ્રેસ બની ગઈ છે.

આ પહેલા પણ ઘણાના બાળપણ ની તસ્વીર શેર થઇ હતી: થોડા દિવસ પહેલા બોલીવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન એ લતા મંગેશકર ના બાળપણ ની એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર માં જોઇને એમ કહેવું મુશ્કેલ હતું કે તે ખરેખર લતાજી જ છે.આ પછી ઋષિ કપૂર એ પોતાના બાળપણ ની એક તસ્વીર શેર કરી હતી જેમાં લતા મંગેશકર તેમને ખોળામાં ઉપાડેલા હતા.

એવા માં હવે બીજી એક તસ્વીર ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે અને તેમાં એક ગોલ-મટોલ છોકરી જોવા મળી રહી છે.સાથે જ આ બાળકી ની મોટી બહેન પણ જોવા મળી રહી છે. આ એક્ટ્રેસ છે તે બાળકી: શું તમે ખબર પડી કોણ છે આ બાળકી ?

વાયરલ થઇ રહેલી આ તસ્વીરો માં જોવા મળેલી બાળકી બીજી કોઈ નહિ પરંતુ આલિયા ભટ્ટ છે.તેની બાજુ માં રહેલી મોટી છોકરી બીજી કોઈ નહિ પણ તેની બહેન શાહીન ભટ્ટ છે. બાળપણ માં હતી ગોલ-મટોલ: આલિયા ભટ્ટ કે અત્યારે ખુબ જ ફીટ છે પરંતુ તે તેના બાળપણ માં ગોલ મટોલ હતી.આને લીધે જ તેમનું નીક નેમ આલું પડ્યું હતું. ફિલ્મો માં આવ્યા પહેલા સુધી આલિયા નો વજન વધારે જ હતો. પરંતુ કરણ ઝોહર ના કહેવા થી તેણે પોતાનો વજન ઓછો કર્યો એ શરત પર કે કરણ તેને ફિલ્મ માં લેશે.

૪ ડિસેમ્બર એ રીલીઝ થશે તેની ફિલ્મ: જો આલિયા ની ફિલ્મો ની વાત કરીએ તો લોકો તેની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર નો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ ૪ ડિસેમ્બર એ રીલીઝ થવાની છે.આ ફિલ્મ માં તેની સાથે મહાનાયક અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર જોવા મળશે.આ ફિલ્મ નું નિર્દેશન રણબીર ના મિત્ર અયાન મુખર્જી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *