૧૮ દિવસની બાળકી જતા જતા પણ એવું કાર્ય કરતી ગઈ જે હમેશા યાદ રેહશે, જાણો પૂરી બાબત

Spread the love

તમે જ વિચારો જો તમારી પાસે આંખો ના હોત તો શું તમે દુનીયાને સુંદરતાને જોઈ શકેત એવામાં તમે સમજી જ શકો છો કે જીવન જીવવા માટે આંખનું હોવું કેટલું બધું જરૂરી છે, જે વ્યક્તિની આંખની રોશની ચાલી જતી હોય છે તે વ્યક્તિ જ હવે કલ્પના છોડી દેતો હોય છે કે તે હવે બીજી વખત આ દુનિયાને નહી જોઈ શકે. એવામાં જ એક  માત્ર ૧૮ દિવસની  અપરાજિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, અપરાજિતાના મૃત્યુ બાદ તુરંત જ તેના માતા પિતાએ તેનું નેત્રદાન કરવાનો નિર્ણય લીધો હતો , આ રીતે અપરાજિતાએ મોત પછી પણ દુનિયાને જોતી રહી ગઈ.

મધ્યપ્રદેશના શહડોલ જીલ્લાના નિવાસી ધીરજ ગુપ્તા અને તેની પત્ની રાજશ્રી ઝારખંડમાં રહે છે. લગ્નના ૩ વર્ષો પછી રાજેશ્રીએ એક બાળકીને જન્મ આપ્યો જેનું નામ ‘અપરાજિતા’ રાખવામાં આવ્યું. આ નાની બાળકીના પેટમાં ફૂડ પાઈપ વિકસિત થયું ન હતું આથી તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું છતાં આ બાળકીનો જીવ બચાવી શકાયો નહી, અપરીજીતાનો જન્મ ઝારખંડ રાજ્યમાં સ્થિત ગોવિંદ નર્સિંગ હોસ્પીટલમાં ૧૮ જુલાઈના રોજ થયો હતો અને ૨૦ જુલાઈ સુધી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ ૪ ઓગસ્ટના રોજ આ બાળકીનું મૃત્યુ પામ્યું હતું.

અપરાજિતના માતા પિતાનું કેહવું છે કે બાળકીના જન્મ પછી તેની ફક્ત બે સુંદર આંખ જ નજરે પડતી હતી એટલા માટે આ આંખોને દાન કરવાનો નિર્ણય અપરાજિતાના માતા પિતાએ કર્યો, એવામાં આંખ દાન કરવા માટે કશ્યપ આઈ હોસ્પિટલનો સંપર્ક સાધવામાં આવ્યો જેમાં આ બાળકીના કૌનીયા રીટ્રીવ કર્યું અને તેની આંખોને બેંકમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી. બીજા જ દિવસે આ આંખનું ટ્રાન્સપ્લાન્ટ બે લોકોમાં કરવામાં આવ્યું, ડોક્ટર જણાવે છે કે અપરાજિતાએ ફક્ત ઝારખંડ જ નહી પણ દેશની ટોપ ૫ ડોનરમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાજીતાના માતા પિતાનું કેહવું છે કે ” અમારી દીકરી આ દુનિયા નથી રહી પરંતુ તે આ બે વ્યક્તિઓએ મારી દીકરીની આંખોથી દુનિયા જોઈ શકે છે એટલા માટે આજે પણ તેની આખો હજુ જીવિત છે. નેત્રદાન જેવા મહાન કાર્ય કરવા માટે અપરાજિતાના માતા-પિતાને ઝારખંડના રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

એક રીપોર્ટ અનુસાર દેશમાં ૧૦૦ લોકો માંથી ૩ લોકોને જ ફક્ત કોંનીયા મળી શકે છે, જો નો મળે તો હજારો લોકોનું મૃત્યુ થવા પામે છે આજ કારણે લોકોને જાગૃત કરવા માટે ૨૫ ઓગસ્ટ થી ૧૮ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાના રૂપમાં મનાવવામાં આવે છે આ દરમિયાન અપરાજિતાના માતા પિતાને ઝારખંડના રાજ્યપાલ દ્વારા ૩૧ ઓગસ્ટએ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *