૧૪ વર્ષના ભાઈ અને ૯ વર્ષની બહેનએ કર્યું એવું કે બની ગયા કરોડપતિ, જાણો કેવી રીત

Spread the love

ભારતમાં રેહતા આ ભાઈ બહેનનું નામ ઇશાન ઠાકુર અને અનન્યા ઠાકુર છે જે અમેરિકામાં રહે છે. હાલમાં તો ક્રીપ્ટોકરન્સીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ ક્રીપ્ટોકરન્સી માંથી આ ભાઈ બહેનએ કરોડો રૂપિયા કમાયા છે. ઇશાન ઠાકુરની ઉમરતો હાલ ૧૪ વર્ષ છે જયારે અનન્યા ઠાકુરની ઉમર ૯ વર્ષ છે. તમને જણાવી દઈએ કે ઇશાન અને અનન્યાએ છેલ્લા ૭ માસમાં ૧ કરોડ ૧૯ લાખ રૂપિયાની કમાણી કરી હતી. ખાલી ઓકટોબર માસમાં જ તેઓએ ૪૭ લાખ ૬૧ હજાર રૂપિયાની કમાણી કરી હતી.

અમેરિકાના ટેક્સાસમાં રેહવા વાળો ઇશાનએ હાલતો હાયસ્કુલ માં છે જ્યારે તેની બહેનએ ૪ ધોરણમાં અભ્યાસ કરે છે. ઇશાનએ ભવિષ્યમાં યુપીએનમાં મેડિસીનનો અભ્યાસ કરવા ઈચ્છતો હતો અને અનન્યાએ ન્યુર્પોક યુનિવર્સીટીમાં મેડીકલનો અભ્યાસ કરવા ઈચ્છતી હતી. આ ભાઈ બહેનએ વેકેશનમાં બીટકોઈનમાં પૈસાનું રોકાણ કર્યું હતું, પ્રથમ દિવસે જ તે તેઓને ૩ડોલર એટલે કે ૨૨૫ રૂપિયનો નફો થયો હતો, પછી થોડા દિવસો સુધી તેઓ થોડા થોડા પૈસા કમાતા રહ્યા પછી અચાનક જ તેઓની કમાણીમાં વૃદ્ધિ થવા લાગી પેહલા મહિનાના  અંત સુધી તેઓએ લગભગ ૭૪ હજાર રૂપિયા કમાઈ લીધા હતા.

ઇશાનએ પોતાની કંપની ફ્લીફર ટેકનોલોજીની શરૂઆત કરી. તેણે ક્રીપ્ટોકરન્સીથી જોડાયેલ જાણકારીએ યુટ્યુબ અને ઈન્ટરનેટ પરથી લીધી હતી અને તેમાં પૈસા રોકવાનું પણ શીખ્યું હતું. ઇશાન જણાવે છે કે અમે ભલે વર્તમાન સમય વધુ પૈસા કમાઈ રહ્યા છીએ પરંતુ મને કરોડ રૂપિયા કમાવા પર એટલું જ ગર્વ છે જેટલું હું દિવસે ૨૨૫ રૂપિયા કમાતો હતો ત્યારે થતું.

cryptocurrency એ બે શબ્દોથી બનેલો શબ્દ છે, જેમાં cryptoએ લેટીન ભાષાનો શબ્દ છે જે cryptography થી બનેલ છે જેનો અર્થ સંતાયેલો એવો થાય છે. તેમ જ currency પણ લેટીનના currentia માંથી બનેલ શબ્દ છે તેનો ઉપયોગ રૂપિયા કે પૈસા માટે થાય છે. એવામાં જો આપણે આ પુરા શબ્દનો અર્થ કાઢીએ તો એમ થાય છે કે ગુપ્ત પૈસા કે ડીજીટલ રૂપિયા પણ કહી શકાય છે.

સરળ ભાષામાં કહીએ તો ક્રીપ્ટોકરન્સી એક ડીજીટલ નાણું છે. આ પૈસા ફક્ત આકડાના રૂપમાં ઓનલાઈન રહે છે, આ નાણુંએ સિક્કા અને નોટના સ્વરૂપે ઠોસ રૂપે હોતી નથી. કોઈ પણ દેશ કે સરકારનો કન્ટ્રોલ આ નાણા પર હોતો નથી. Bitcoin એ સૌથી મોંઘી ક્રીપ્ટોકરન્સી છે, શરૂઆતમાં આ નાણાને અમાન્ય કરવામાં આવ્યું હતું પરંતુ તેની લોકપ્રિયતા જોઇને ઘણા બધા દેશોમાં Bitcoin ને માન્ય કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *