ધાર્મિક

હનુમાનજીની પ્રાથના કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, તોજ તમને થશે ફળની પ્રાપ્તિ

Spread the love

ધાર્મિક ગ્રંથો અનુસાર આ વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કળયુગના બધા દેવી દેવતાઓમાં મહાબલી હનુમાન વક એક એવા દેવતા છે જે પૃથ્વી પર ઉપસ્થિત છે. એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિએ હનુમાનજઈની સાધના કરે તો તે વ્યક્તિને તરત જ ફળની પ્રાપ્તિ થાય છે.
હનુમાનજને સંકટ મોચન માનવામાં આવે છે. જે લોકો હનુમાનજીની સાચ્ચા મનથી પ્રાથના કરતા હોય છે તે લોકોના જીવનન બધા સંકટો દુર થાય છે.

આટલું જ નહી હનુમાનજીએ તેના ભક્તોને બધી જ મુશ્કેલીઓથી છુટકારો આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો મહાબલી હનુમાનજીની કૃપા હોય છે તે વ્યક્તિનું જીવન ખુશ ખુશાલ હોય છે. મહાબલીની સાધનાએ ખુબ સરળ માનવામાં આવે છે, તેઓની સાધના કરતી વખતે આ બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે. જો આ નિયમો અનુસાર હનુમાનજીની સધના ન કરવામાં આવે તો તેનું પૂરું ફળ મળતું નથી.

આજ અમે આ લેખના માધ્યમથી જણાવીએ છીએ કે જ્યારે હનુમાનજીની સાધના કરો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે હનુમાનજીની પ્રાથના સવારે કરી શકો છો અથવા તો સંધ્યાના સમયે પણ કરી શકાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે લાલ રંગન ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. હનુમાનજીની પૂજા દરમિયાન તેની સમક્ષ દીપક કરવો અને તેમાં લાલ રંગની બત્તીનો ઉપયોગ કરવો, આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થવા પામે છે. જો તમે હનુમાનજીની સાધના કરી રહ્યા છો,

તો આ સમય દરમિયાન પવિત્રતા અને સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ કારણોસર, તમારે શુદ્ધતાને ધ્યાનમાં રાખીને ખુબ જ કાળજીપૂર્વક બધું પ્રદાન કરવું જોઈએ. હનુમાનજીની પૂજા દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. જો તમે પૂજાની કોઈપણ સામગ્રીને સ્પર્શ કરો છો, તો સૌ પ્રથમ તમારા હાથ ધોઈ લો, પછી જ કોઈપણ વસ્તુને સ્પર્શ કરો. આ સિવાય પૂજા પહેલા ઘર, પૂજા સ્થળ અને પોતાની જાતને સારી રીતે સાફ કરો.જો તમે હનુમાન જીની સાધના કરી રહ્યા છો,

તો તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  જો કોઈ મહિલા હનુમાનજીની પૂજા કરી રહી હોય તો તેણે હનુમાનજીને ચોલા ન ચઢાવવા જોઈએ. તમે આ કામ પુરૂષ કે પૂજારી દ્વારા કરાવી શકો છો.  મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે ભૂલથી પણ માંસ, આલ્કોહોલ કે તામસિક ગુણ ધરાવતી કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરવો.

હનુમાનજીની પૂજા કરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમને ચરણામૃતથી સ્નાન ન કરાવો, કારણ કે તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનો કોઈ કાયદો નથી. ઉપર તમને માહિતી આપવામાં આવી છે કે તમારે હનુમાનજીની સાધના દરમિયાન કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *