સાઉથના સુપરસ્ટાર રામચરણ તેજા છે કરોડો રૂપિયાની સંપતીનો માલિક, તે ૯૦ કરોડના એક…આવી આલીશાન રીતે જીવે છે પોતાનું જીવન
મિત્રો વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સાઉથ ઇન્ડસ્ટ્રીને લોકો દેશ ભરમાં ખુબ પ્રેમ આપી રહ્યા છે, એટલું જ નહી સાઉથ ઇન્ડસ્ટ્રીના કાલાકારોએ પોતાની મેહનત અને એક્ટિંગને લઈને લોકોના દિલોમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે. વર્તમાન સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને પણ ટક્કર આપી રહ્યું છે. આવું ફક્ત સાઉથના કલાકારોની મેહનતને લીધે જ શક્ય થઈ રહ્યું છે.
આમ તો સાઉથના ઘણા બધા એવા સુપ્રસ્સીધ અભિનેતાઓ છે જેને લોકો પસંદ કરે છે પણ આજના આ લેખમાં અમે એક એવા અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને પુરા દેશમાં તેના ચાહકો દ્વારા ખુબ પ્રેમ આપવામાં આવ્યો હતો. આ અભિનેતા બીજું કોઈ નહી પણ રામચરણ તેજા છે. આ અભિનેતાને ફક્ત ભારત દેશમાં જ નહી પણ વિદેશમાં પણ ઓળખવામાં આવે છે.
રામચરણ તેજાએ સાઉથ ઇન્ડસ્ટ્રીને ઘણી એવી હીટ ફિલ્મો આપી છે કે જેને લીધે સાઉથ ઇન્ડસ્ટ્રીની સફળતામાં વધારો થયો છે, એટલું જ નહી આ અભિનેતાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રિયંકા ચોપડા સાથે કાર્ય કરી લીધેલ છે. રામચરણ પોતાની સ્ટાઈલ અને ફિટનેસને લઈને પણ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે, એટલું જ નહી આ અભિનેતાના લાખોમાં ફોલોવર્સ છે.લોકો આ અભિનેતાની તમામ ફિલ્મોને જોવાનું ખુબ પસંદ કરે છે અને પ્રેમ આપે છે.
જો રામચરણ તેજાની સંપતી વિશે વાત કરવામાં આવે તો જાણવા મળ્યું છે કે હૈદરાબાદમાં પોષ લોકેશન પર આ અભિનેતાએ પોતાના માટે એક બંગલો ખરીદ્યો છે જેને લઈને આ આભીનેતા ખુબ ચર્ચામાં રહે છે. જો આ બંગલાની વાત કરવામાં આવે તો આ બંગલો એ ૨૫૦૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલ છે અને આ બંગલો કોઈ મહેલથી ઓછો નથી. આ આલીશાન મહેલની કિંમત લગભગ ૯૦ કરોડ છે, આ બંગલામાં તમાંમ આધુનિક સુવિધાઓ છે અને બેસબેંટમાં એક મંદિર પણ છે જેની ડીઝાઈન જુના જમાનાના મંદિર જેવી છે.
રામચરણની આવકની વાત કરવામાં આવે તો તેની નેટવર્થ ૧૩૦૦ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. આ અભિનેતાના અંગત જીવન વિશે વાત કરીએ તો આ અભિનેતાએ અપોલો હોસ્પિટલના એક્ઝીક્યુટીવ ચેરમેન પ્રતાપ રેડ્ડીની પોતી સાથે લગ્ન કર્યાં હતા જેનું નામ ઉપાસના છે. હાલ આ અભિનેતા પોતાના પરિવાર સાથે ખુશ-ખુશાલ રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
રામચરણના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો હાલ થોડા સમય પેહલા આવેલ તેની ફિલ્મ ‘રન્ગસ્થલા’ એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે કમાણીના મામલે રામચરણ તેજાની આ ફિલ્મ બાહુબલીને પણ પાછળ મૂકી દીધી છે. હવે આવનાર થોડા જ સમયમાં આ અભિનેતાની ‘RRR’ ફિલ્મ આવી રહી છે જેની રાહ લોકો બેસબ્રીથી જોઈ રહ્યા છે.