સાઈકલ લઈને ૨૦ મીનીટમાં ૯ કિલોમીટર દુર પોહચ્યો ઝોમેટો બોય, એક લાગણીશીલ વ્યકિતએ અપાવી દીધી બાઈક, જાણો પૂરી વાત

Spread the love

હાલમાં ઓનલાઈન ફૂડ ડીલીવરીની સેવાઓમાં ખુબ વધારો થયો છે. હાલતો સ્વીગ્ગી અને ઝોમેટોએ લોકો સુધી ખોરાક પોહચાડવાનું કાર્ય કરે છે. આપણે આપનો મનપસંદ ખોરાક મંગાવીને કેટલા શાંતિ થી ખતા હોઈએ છીએ પણ તેની પાછળ કેટલી બધી મેહનત હોય છે.  આપણે તે વાત સહેલાઇથી નથી સમજી શકતા. આ પ્રક્રિયામાં મુખ્ય ભાગ બે વ્યક્તિઓ ભજવે છે જેમાં પેહલો ખેડૂત છે જે મેહનતથી અન્ન ઉગાડે છે અને બીજાએ છે  જે આ ખોરાકને  મેહનત કરીને સુરક્ષિત રીતે આપણા સુધી પોહચાડે છે.

તમને જણાવી દઈએ કે અમે એક ડીલીવરી બોય વિશે જણાવીએ છીએ જેને ૨૦ મીનીટમાં ૯ કિલોમીટર સાઈકલ લઈને ઓર્ડેરની ડીલીવરી કરી હતી, જેના પછી બધાના મનમાં આ ડીલીવરી બોય માટે સન્માન વધી ગયું હતું. આ ઘટનાએ હૈદરાબાદના કિંગ કોટી વિસ્તારનો છે જેમાં ‘ ઝોમેટો’ માં એક ડીલીવરી બોયએ ફક્ત ૨૦ મીનીટમાં જ તે ઓર્ડરને ડીલીવર કરી દીધો હતો. કિંગ કોટીમાં રેહવા વાળો રોબીન મુકેશએ ૧૪ જુનની રાત્રે ૧૦:૩૦ વાગે ઝોમેટો પર જમવાનો એક ઓર્ડર કર્યો હતી એ ઓર્ડરને મોહમ્મદ અકીલએ ફક્ત ૨૦ મીનીટમાં જ તે આ ઓર્ડર લઈને રોબીનના લોકેશન પણ પોહચી ચુક્યો હતો.

અકીલની આવી મેહનતને લઈને રોબીનએ ખુબ પ્રસન્ન થયો અને તેણે અકીલ સાથે એક ફોટો પડાવીને ફેસબુકમાં શેયર કરી દીધો હતો ત્યારબાદ આ મામલોએ ખુબ વાયરલ થઈ ચુક્યો હતો. આ પોસ્ટમાં મુકેશએ અકીલની પૂરી વાત જણાવી હતી જેને વાચ્યા બાદ ઘણા બધા લોકોએ તે છોકરાના  હોસલાને સલામી આપી હતી, ઘણા લોકોનું કેહવું છે કે આપણે અકીલ માટે કઈક કરવું જોઈએ.

આ તસ્વીરમાં સારી એવી પ્રતિક્રિયાઓ મળવાને લીધે રોબીનએ ૧૫ જુનના રોજ તેના મિત્રો સાથે મળીને એક અભિયાન ચલાવ્યું અને આ અભિયાનની સારી એવી અસર પણ થઈ હતી. જોતા જોતામાં જ ૧૦ કલાકમાં જ ૭૩ હજારથી પણ વધુ રકમ ભેગી કરી લીધી. આ ભેગા કરેલ રૂપિયા માંથી રોબીનએ એક બાઈક ખરીદી અને બાકી વધેલ પૈસામાંથી અકીલની કોલેજ ફીસ જમા કરી દીધી હતી.

જયારે આ અભિયાન પૂર્ણ થયું ત્યારે રોબીનએ ફેસબુક પોસ્ટમ જણાવ્યું કે ,”અકીલને એક ચમચમાંતી બાઈક મળી ચુકી છે, જે અમે વચન આપ્યું હતું તે અમે પૂર્ણ કર્યું છે, અમે અકીલને રેનકોટ, હેલ્મેટ, માસ્કનું પેકેટ અને સેનીટાઈઝરની સાથો સાથ ‘ટીવીએસ એક્સેલ’ બાઈકની ચાવી અકીલને સોપી દીધી છે અને બાકી વધેલ પૈસા પણ તેને આપી દીધા છે.

તમને જણાવી દઈએ કે અકીલની ઉમર ૨૧ વર્ષ છે અને તે ઇન્જીનિયરીંગનો વિદ્યાર્થી છે. અકીલનું કેહવું છે કે તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે તે પોતાના પરિવારનો ગુજારો કરવા માટે સાઈકલ લઈને ઓર્ડરની ડીલીવરી કરતો હતો , હવે તેણે સાઈકલની આદત થઈ ચુકી હતી. તેની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે તેની પાસે ગાડી ન હતી એટલે તેણે પોતાની કોઈ પણ દીક્કતોનો વિચાર કર્યાં વગર કાર્ય કરતું રેહવું પડતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *