શું ૨૦૨૨મા પૃથ્વીનો વિનાશ થઈ જશે ? જાણો નાસ્ત્રેદમસએ શું કરી ભવિષ્યવાણી…
આજકાલ જીવનએ ખુબ આધુનિક થતું જાય છે આથી લોકોએ ભવિષ્યમાં થનારી ઘટનાઓને જાણવા માટે પેહલા પ્રયત્ન કરે છે જેને ભવિષ્યવાણી કેહવાય છે, આને આધારિત ઘણી બધી ફિલ્મો પણ બનેલી છે. ઘણા બધા લોકોએ પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે હસ્તરેખા, કુંડળી બનાવડાવે છે પણ આજે અમે તમને એવી ભવિષ્યવાણી વિશે જેના પર પૂરી દુનિયાની નજર રહેલી છે, આ ભવિષ્યવાણીએ માઈકલ દી નાસ્ત્રેદમસએ કરેલ છે.
ફ્રાન્સીસી ભવિષ્ય વક્તા માઈકલ દી નાસ્ત્રેદમસ ૧૫૫૫માં એક પુસ્તકના માધ્યમથી ધરતીને લગતી ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી જે વર્ષ દર વર્ષ સાચ્ચી પડી રહી છે. આજ થી લગભગ ૫૫૦ વર્ષ પેહલા નાસ્ત્રેદમસએ જે ભવિષ્યવાણીને લઈને પુસ્તક લખી હતી તેમાં ૬૩૩૮ ભવિષ્યવાણીઓ છે. તમેજાણીને નવાઈ પામશો કે તેમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચ્ચી સાબિત થઈ છે. નાસ્ત્રેમેદસના આ પુસ્તકમાં ૨૦૨૧ને લઈને પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ વર્ષમાં મહામારી જેવી તબાહી થવાની છે અને તેવું જ તે વર્ષ ૨૦૨૧માં થયું જેમાં કોરના વાયરસને આ ભવિષ્યવાણી સાથે જોડવામાં આવી રહી છે.
નાસ્ત્રેદમસના પુસ્તકની માનો તો દુનિયાની મુશ્કેલીઓ હજી પૂર્ણ નથી થઈ પરંતુ આવનાર વર્ષ ૨૦૨૨ માટે પણ નાસ્ત્રેદમસે અમુક હેરાન કરી દે તેવી ભવિષ્યવાણી કરી છે જેમાંથી અમુક ભવિષ્યવાણી અમે તમને જણાવા જઈ રહ્યા છીએ. તે પોતાની પુસ્તકમાં લખે છે કે વર્ષ ૨૦૨૨માં એક એસ્ટરોઈડએ દુનિયાને ખુબ નુકશાન પોહચાડશે. એસ્ટરોઇડ માંથી નીકળેલી વિશાળ ખડકએ સમુદ્રમાં પડશે એના લીધે સમુદ્રની સપાટીમાં વધારો થશે અને મોટા મોટા મોજાઓ ઉછળશે આથી દુનિયાના ઘણા બધા ભાગો તેની જપેટમાં આવી શકે છે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં એક વિધ્વંસક એટમ બોબ્મ ફૂટશે જેના કારણે વતાવરણમાં પલટો આવશે. આ પલટોએ દુનિયાની ઘણી બધી જગ્યાઓ પર તેની ખરાબ અસર થઈ હકે છે. હજી એક ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસ જણાવે છે કે આવનાર વર્ષ ૨૦૨૨માં ભયંકર હોનારતો સર્જાવાની છે, તે જણાવે છે કે આ હોનારત પછી પૃથ્વી પર શાંતિ છવાય જશે પરંતુ આ શાંતિ પેહલાના ૭૨ કલાક ખુબ ભયંકર રેહવાના છે, જેમાં પૂરી દુનિયામાં અંધારું છવાય જશે.