શું પ્રિયંકા ચોપડા નીક જોનસ સાથે છુટાછેડા લેવાની છે? અભિનેત્રીના આ પગલાને લઈને તેના ચાહકો હેરાન છે.
ફિલ્મી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નીક જોનસની જોડી ગ્લેમર વર્લ્ડની સારી જોડી માનવામાં આવી રહી છે. બંનેએ એકબીજા માટે ખુલીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે પરંતુ હવે કઈક થયું છે એવું જેનાથી આ બંનેના સબંધઓ પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રિયંકાએ પોતાના instagram એકાઉન્ટ પરથી જોનસ સરનેમ હટાવી લીધી છે, ત્યારબાદ બંને વચ્ચેના સબંધએ થોડા બગડી ચુક્યા છે.
પ્રિયંકા ચોપડાએ પોતાના લગ્ન પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનું નામ પ્રિયંકા ચોપડા જોનસ રાખ્યું હતું, બે દિવસ પેહલા સુધી આ જ નામ હતું પણ સોમવારએ યુઝર્સેએ ધ્યાન ગયું કે પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સટાગ્રામ હેન્ડલને અપડેટ કરતા પોતાના પતિ નીક જોનસનું નામ હટાવી દીધું હતું. તેણે છેલ્લા ચાર દિવસથી ઇન્સટાગ્રામ પર કોઈ પોસ્ટ પણ નથી કરી.
પ્રિયંકાના આ પગલા પછી તેના ચાહકો જ નહી પણ સોશિયલ મીડિયાના એક મોટા જૂથએ આ બાબતને લઈને કમેન્ટ કરી હતી. સોશિયલ યુઝર્સનું કેહવું છે કે આ બંનેના સબંધો સારી રીતે ચાલી રહ્યા નથી અને બંને અલગ થવાના છે. ઘણા યુઝર્સએ આ બાબતને લઈને પ્રિયંકાને પૂછ્યું હતું કે તે આ બાબતે તે જાણકારી આપે. આવી બધી સંભાવનાઓ કરવામાં આવી રહી છે હજી સુધી પ્રિયંકા અને નીક દ્વારા આ બાબતને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પ્રિયંકાની માતા મધુ ચોપડાએ આ બાબતને લઈને જણાવે છે કે આ બધી અફવાઓ છે, આ વાત સાચ્ચી નથી.
પ્રિયંકા અને નીક વચ્ચે કોઈ ઝગડો વિશે તો કઈ જાણવા નથી મળ્યું, હજી હાલમાં જ તેઓ બંનેએ નવું ઘર પણ ખરીદ્યું છે, જ્યાં પ્રિયંકા દિવાળી ઉજવતા હોય તેવી તસ્વીરો શેયર કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે આ ઘર તેના માટે હમેશાં માટે ખાસ રહેશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નીકએ ડીસેમ્બર ૨૦૧૮મા લગ્ન સબંધમાં જોડાયા હતા, આ બનેએ ભારત માં લગ્ન કર્યાં હતા અને હવે તેઓ અમેરિકામાં સાથે રહે છે.