શું જનરલ રાવતના મૃત્યુનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું? જાણો આ ઘટનાને લઈને સંપૂર્ણ વિગત

Spread the love

આપણે તો સૌ કોઈ જણીએ જ છીએ કે હજી ૨ દિવસ પેહલા જ તે આપણે આપણા દેશના સેન્યના વડા બીપીન રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનાને લઈને મૃત્યુ પામ્યું હતું. આ ઘટનમાં બીપીન રાવત સિવાય તેની પત્ની અને ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશનો તમામ વ્યક્તિએ તેના મ્રત્યુ વિશે જાણવા માગે છે, કે આ થયું કેવી રીતે? તમને જણાવી દઈએ કે આ હેલિકોપ્ટરમાં કઈક તકનીકી ખામી થવાના લીધે આ હેલીકોપ્ટરએ જમીન સાથે અથડાયુ હતું અને ભારે આગ લાગી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાએ તમીલનાડુના કન્નુંરમાં થઈ હતી, જેમાં દેશના ઘણા બધા મોટા મોટા સેન્યના ઓફિસરોને ગુમાવા પડ્યા હતા. હવે બધાના મનમાં એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે આટલી કડક સિક્યોરિટી હોવા છતાં હેલીકોપ્ટર કઈ રીતે ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે જનરલ બીપીન રાવતએ તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેંસ સર્વિસ સ્ટાફના કોલેજના કેડેટનું સંબોધન કરવા ગયા હતા, એવામાં જ બુધવારના રોજ mi-૧૭ v૫ માં સવારમાં બીપીન રાવત સહિત દેશના ઘણા બધા મોટા ઓફિસરોનું મૃત્યુ થયું હતું.

તમીલનાડુના વેલિંગ્ટન જવા સુધી ૩૪ મિનીટની સફર કરવાની હતી અને તેમાંથી ૩૨ મિનીટની સફર તો બીપીન રાવત કરી ચુક્યા હતા હવે તે વેલિંગ્ટનથી ફક્ત ૧૦ કિલોમીટરની જ દુરીએ હતા ત્યારે જ તેનું હેલીકોપ્ટર કન્નુંરના જંગલોમાં ક્રેશ થયું હતું, જો બીપીન રાવતને ૯૦ સેકન્ડનો વધુ સમય મળ્યો હોતતો આજ બીપીન રાવતએ આપડી સામે જીવિત હોત. મળતી જાણકારી અનુસાર જે હેલીપેડ પર તેઓને ઉતરવાનું હતું તેનાથી તેઓ ફક્ત ૧૦ કિલોમીટરની દુર જ હતા.

ત્યાં ઉભેલ એક વ્યક્તિએ આ ઘટનાને સંપૂર્ણ રીતે જોઈ હતી, તે વ્યક્તિ જણાવે છે કે આ દિવસે વાતાવરણ પણ ખૂબ સાફ હતું અને હેલીકોપ્ટર પણ ઓછી ઉચાઇએ ઉડી રહ્યું હતું પણ ત્યારે જ આ હેલીકોપ્ટરએ મોડા અને કટહલના વૃક્ષ સાથે અથડાયું હતું, ત્યારબાદ ખુબ વિસ્ફોટક ધમાકો થયો હતો. હવે બધાના મનમાં સવાલ એ ઉઠી રહ્યા છે કે ‘આ હેલીકોપ્ટરને એટલું નીચે શું કામ ઉડવામાં આઈ રહ્યું હતું અને પાયલેટને વાતાવરણને લઈને કન્ટ્રોલ રૂમથી કોઈ ખબર મળી ન હતી? આવા સવાલો હાલ લોકોના મનમાં ઉદભવી રહ્યા છે. હાલતો આ ઘટનાને લઈને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *