શિક્ષિકા હોયતો આવી : ૨૩ વર્ષોથી બાળકોને ભણાવા માટે કરે છે ૫૦ કિમીનું સફર અને ૩ કિમી ચઢે છે…

Spread the love

આપણા જીવનમાં શિક્ષકનું એટલું જ મહત્વ છે જેટલું અપના માત પિતાનું. માતા પિતા આપણને જન્મ આપે છે જ્યારે શિક્ષકએ આપણને જીવનમાં આગળ વધવા માટે મદદ કરે છે. કોઈ પણ મહાન માણસ પાછળ એક શિક્ષકનો જ હાથ હોય છે, એટલે જ શિક્ષકને ભગવાનનું એક સ્વરૂપ પણ માનવામાં આવે છે.દેવી દેવતાઓની વાત કરવામાં આવે તો તેઓને પણ કોઈને કોઈ ગુરુની જરૂર પડી હતી, એટલું જ નહી આપણા દેશમાં ગુરુપૂર્ણિમા પણ મનાવામાં આવે છે અને શિક્ષક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે શિક્ષક દિવસએ ૫ સપ્ટેમ્બરના રોજ આપણા પ્રૂવ રાષ્ટ્રપતિ ડોં. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને લઈને ઉજવવામાં આવે છે. ભારતમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં બાળકો પ્રતિ શિક્ષકના અદ્વિતીય અને અદ્ભુત સમર્પણની ખુબ ચર્ચા થાય છે , તેવી જ એક વાત આજે અમે તમને આ પોસ્ટના માધ્યમ થી જણાવા જઈ રહ્યા છીએ.

આ વાતએ મધ્યપ્રદેશના બેંતુલ જીલ્લાની છે જ્યાં કમલતીમાં શિક્ષાને લઈને કઈક અલગ જ જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે તે બાળકોને ભણવા માટે રોજ ૨૫ કિલોમીટર આવવા અને ૨૫ કિલોમીટર જતા સમયે એટલે કે કુલ ૫૦ કિલોમીટર સફર કરતી હતી, આ સિલસિલોએ છેલ્લા ૨૩ વર્ષોથી ચાલ્યો આવે છે.

કમલતી ડોંગરેની ઉમર ૪૫ વર્ષ છે અને તે બેંતુલથી ૨૫ કિલોમીટર દુર એક પર્વતી ગામ ગોંદીમાં શિક્ષક છે, તે શિક્ષક તરીકે શાળામાં ૩૧ ઓગસ્ટ ૧૯૯૮મા જોડાઈ હતી. ૧૪ વર્ષો બાદ તેણે અધ્યાપક બનાવી દેવામાં આવી હતી. તેની ઈચ્છા છે કે તેની નિવૃત્તિ સુધીતે આ શાળાના બાળકોને ભણાવા હતા.

ઘરથી નીકળવામાં અને શાળા સુધી પોહચવા સુધીમાં તેણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, એટલું જનહી પહાડી વિસ્તારમાં જંગલી પશુઓ , આકાળ તડકો, મુશળધાર વરસાદ જેવી સમસ્યાઓનો સામનો કરીને પણ તે શાળાએ જતી હતી. ઘરથી નીકળ્યા પછી તે ૧૦ કિલોમીટરની સફરએ બસ દ્વારા કરતી હતી અને બાકીના ૧૨ કિલોમીટર લીફ્ટ દ્વારા કરતી હતી પરંતુ હવે જ મુશ્કેલ ચડાય આવે છે ૨૨ કિલોમીટરનું સફર કર્યા બાદ તેણે લગભગ ૩ કિલોમીટર જેટલી ઉભા પર્વત પર ચડાય કરવી પડતી હતી.

આવી રીતે સફર કરીને તે છેલ્લા ૨૩ વર્ષથી બાળકોને શિક્ષા આપી રહી છે. કમલતીના લગ્ન ૨૮એપ્રિલ ૧૯૯૯માં થઈ હતી. લગ્ન બાદ તેણે વિચાર્યું કે તે ગામમાં જ રહીને બાળકોને શિક્ષા આપવાનું નક્કી કર્યું. બેંતુલની તાપ્તી નદીના કિનારે એક ખેતરમાં તે એક કાચા મકાનમાં ૪ વર્ષ સુધી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *