શાહરૂખ ખાને પોતાની દીકરીના બોયફ્રેન્ડ માટે રાખી ૭ શરતો, આ શરતોનો ખુલાસો ખુદ આ અભિનેતાએ જ કર્યો.

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ખુબ મશહુર અભિનેતા શાહરૂખ ખાનને કોણ નથી જાણતું, તે દુનિયાના ચહિતા સુપરસ્ટારોમાં તેઓની ગણતરી કરવામાં આવે છે, એટલું જ નહી શાહરૂખ ખાનને દુનીયના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં પણ તેની ગણતરી કરવામાં આવી રહી છે. શાહરૂખ ખાન પોતાની શાનદાર એક્ટિંગને લીધે લાખો કરોડો લોકોના દિલોમાં તેણે પોતાની જગ્યા બનાવી લીધી છે. શાહરૂખ ખાનને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં “કિંગ ખાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાહરૂખ ખાનની ફેન ફોલોવિંગએ લાખોની સંખ્યામાં છે, ફક્ત ભારતમાં જ નહી પણ પૂરી દુનિયામાં “કિંગ ખાન” ના ચાહકો હોય છે. હાલતો શાહરૂખ ખાનએ પોતાની ફિલ્મો સિવાય પોતાના અંગત જીવનને લઈ ને ખુબ ચર્ચામાં રહે છે. આ અભિનેતાએ પોતાના પરિવાર પ્રત્યે ખુબ જવાબદારી અદા કરે છે.

શાહરૂખ ખાનએ પોતાના પરિવાર માટે જીવ આપવા પણ તૈયાર હોય છે પણ જયારે વાત તેની દીકરી સુહાનાની કરવામાં આવે ત્યારે શાહરૂખ ખાનએ ખુબ પ્રોટેકટીવ થતા હોય છે, શાહરૂખ ખાનએ પોતાની દીકરી સુહાનાને રાજકુમારી જેમ જ રાખે છે, એટલું જ નહી શાહરૂખ ખાનએ પોતાની દીકરીના જીવનના ઘણા બધા નિર્ણયો લેતા હોય છે, તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનએ પોતાની દીકરીના બોયફ્રેન્ડ માટે અમુક શરતો રાખી છે.

સુહાના ખાનએ હાલતો ન્યુર્પોકમાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરી રહી છે, શાહરૂખ ખાનએ પોતાની દીકરી મોટી થવાની અને બોયફ્રેન્ડ બનવાની સંભાવનાને જોતા ૭ શરતો રાખી છે જેનો ખુલાસો આ અભિનેતા મીડિયા સમક્ષ એક ઈન્ટરવ્યું દરમિયાન કરે છે. એક ઈન્ટરવ્યું દરમિયાન શાહરૂખ ખાનને સુહાનાના બોયફ્રેન્ડ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા,તો આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને જણાવ્યું હતું કે કોઈ પણ છોકરાએ મારી છોકરીને ડેટ કરતા પેહલા મારી આ ૭ શરતોને માનવી પડશે. 

આ પેહલી શરત જણાવતા શાહરૂખ કહે છે કે સુહાનાના બોયફ્રેન્ડને સારી નોકરી કરવી પડશે. શાહરૂખ ખાનએ બીજી શરત જણાવતા કહ્યું કે સુહાનાના બોયફ્રેન્ડને માનીને ચાલવું પડશે કે હું તેને પસંદ નથી કરતો. શાહરૂખ ખાનએ કહે છે કે સુહાનાના બોયફ્રેન્ડએ પોતાનો વકીલ હમેશા સાથે રાખવો પડશે. એટલું જ નહી આ અભિનેતા આગળ જણાવતા કહે છે કે સુહાનાએ તેની રાજકુમારી છે અને તેને જીતવાનું વિચારવું પણ નહી. અભિનેતા આગળ જણાવે છે કે સુહાનાના બોયફ્રેન્ડ જેવું વર્તન તેની દીકરી સાથે કરશે તેવી જ રીતે હું પણ એની સાથે વર્તન કરીશ. આવી આવી શરતોએ શાહરૂખએ પોતાની દીકરીના બોયફ્રેન્ડ માટે રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *