વીકી કૌશલ અને કેટરીના આ શાનદાર મહેલમાં કરશે લગ્ન, ભાડું છે લાખો રૂપિયામાં, જુઓ તસવીરો…..

Spread the love

હાલના સમયમાં બોલીવુડના પોપ્યુલર અભિનેતા વીકી કૌશલ અને કેટરીના કૈફએ તેની લગ્નની બાબતને લઇને સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચમાં છે. વીકી કૌશલ અને કેટરીના જણાવે છે કે તે આવતા માસમાં ક્યા તો આવતા વર્ષમાં તેઓ લગ્નના સબંધમાં બંધાશે. એવામાં તેઓના લગ્નને લગતી કોઈ પણ વાતએ સામે આવી રહી છે જે તેના ચાહકો વચ્ચે ચર્ચાનું કારણ બની છે.

હાલના સમયમાં ફિલ્મ સ્ટારોએ ડેસ્ટીનેશ વેડિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. થોડા સમય પેહલા જ પ્રિયંકા ચોપડાએ ડેસ્ટીનેશ વેડિંગ કર્યાં હતા હવે તેવી જ રીતે જાણવામાં આવ્યું છે કે વીકી કૌશલ અને કેટરીના કૈફએ આવી રીતે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. તેઓએ લગ્ન માટે રાજસ્થાનના એક સ્થળને પસંદ કર્યું છે જે માધવપુર જીલ્લાના ૭૦૦ વર્ષ જુનું બરવાડામાં બનેલ સિક્સ સેંસ ફોર્ટ માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

જો આ કિલ્લાની વાત કરવામાં આવે તો આ કિલ્લોએ જેટલો બહારથી જોવામાં સુંદર છે તેટલોજએ અંદર થી આલીશાન અને ભવ્ય છે. આ કિલ્લોએ એ પેહલા એક મહેલ હતું જેને થોડા સમય બાદ રેસોર્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. આ રેસોર્ટની ખાસ વાત એ છે કે તે પર્વતની ચોટી પર આવેલું છે અને તેની ફરતે કિલ્લેબંધી કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ૧૪મી સદીમાં આ મહેલનો કિલ્લેબંધી કરવામાં આવી હતી.

આવા રેસોર્ટમાં કોઇપણ કાર્યક્રમોનું આયોજન કરવા કે રોકવા માટે મોટી રકમ ચૂકવવી પડે છે. આ આલીશાન મહેલમાં અંદર ખુબ મોટું પ્રાગણ જે ખુબ જ સુંદર અને આલીશાન છે જે તમને રોયલ ફિલ કરાવે આપે છે. આ ભારતની પેહલી લક્ઝરી બ્રાન્ડ હોટેલ હશે જેમાં અનેક આલીશાન અને લક્ઝરી સુવિધાઓ ઉપલબ્દ છે. આ કિલ્લામાંથી તળાવનો નજરો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ હોટેલમાં ૩૦ હજાર ચોરસ ફૂટમાં રોયલ સ્પા અને ફિટનેસ સેન્ટર પણ બનાવામાં આવ્યું છે.

રિસોર્ટની અંદર આવેલ રૂમમાં અને હોલમાં રાજાશાહી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ હોટેલન પ્રવેશ દ્વારને પણ ખુબ સારી રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે જે સુંદરતાની સાથે સાથે આરામની પણ અનુભૂતિ અપાવે છે. આ મહેલની અંદર મોટા મોટા ઝુમરો પણ લગાવવામાં આવ્યા છે જેને લોકો જોઇને મનમોહિત થાય છે. રીપોર્ટ મુજબ અહી સામાન્ય રૂમનું ભાડું ૭૭૦૦૦ રૂપિયા લેવામાં આવે છે અને તેમાં ટેક્સને ઉમેરતા રૂમનું ભાડુંએ ૯૦૦૦૦એ પોહચી જાય છે. જયારે વિશેષ રૂમમાં એક રાત રોકાવા માટે લગભગ ૪ લાખ ૯૪ હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે, જેમાં ટેક્સ ઉમેરતા તેનું ભાડુ પાંચ લાખ સુધી પોહચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *