રામદેવપીર નો ઈતિહાસ: રામદેવપીર ના દર્શન કરવાથી ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે અને…..
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશમાં ધાર્મિક લોકો વસવાટ કરે છે. ભારતમાં ફક્ત હિન્દુ જ નહી પણ મુસ્લિમ, સીખ, ફારસી જેવા ઘણા બધા ધર્મના લોકોએ વસવાટ કરે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં પણ બધા જ ભગવાન પ્રત્યે ખુબ શ્રદ્ધા હોય છે આથી લોકોએ પોતાની પ્રાથના ભગવાનને કરતા હોય છે. આ પોસ્ટના માધ્યમથી અમે રામદેવપીર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
માનવામાં આવે છે કે ગુજરાતમાં રેહતા તમામ લોકોએ રામદેવપીર પ્રત્યે ખુબ શ્રધા રાખે છે, એટલું જ નહી રામદેવપીર પર ફક્ત હિન્દુઓ જ નહી પણ મુસ્લિમ લોકો પણ ખુબ શ્રદ્ધા રાખે છે, મુલ્સીમ લોકોએ રામદેવપીરને ‘રામશાહપીર’ નું નામ આપ્યું હતું. રામદેવપીરની બહાદુરી અને તેના પરાક્રમોની ઘણી બધી વાતો છે. જે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે રામદેવપીરનો જન્મ રાજસ્થાનના રણુજા ગામમાં થયો હતો જે વર્તમાન સમયમાં રામદેવપીરનું યાત્રા ધામ માનવામાં આવે છે. રામદેવપીર એ તંવર રાજપૂત પરિવારના સંતાન હતા જેને ભક્તોએ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માને છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે રામદેવપીરના નોરતા પણ હોય છે જેમાં ભક્તોએ ઉપવાસ કરી ને બાબા રામદેવની પૂજા કરે છે. સમગ્ર દેશમાં રામદેવપીરને કૃષ્ણનો એક અવતાર માનવામાં આવે છે, એટલું જ નહી ઘણા લોકોએ રામદેવપીરને વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ માને છે.
બાબા રામદેવનો જન્મ આજ થી લગભગ ૬૦૦ વર્ષ પેહલા સવંત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજના રોજ રાજસ્થાનના કાશ્મીર ગામમાં થયો હતો. દર વર્ષે આ બીજને ખુબ ધામધૂમથી ઉજવામાં આવે છે, એટલું જ નહી આ દિવસે ભગવાન રામદેવને દેગ ચડવામાં આવે છે, આ દેગને ચડાવ્યા બાદ ભક્તોમાં પ્રસાદી રૂપે દેવામાં આવે છે.
ગુજરાત અને રાજસ્થાનએ બે એવા રાજ્યો છે જ્યાં ભગવાન રામદેવના ભક્તોની સંખ્યા ખુબ વધુ છે, એટલું જ નહી ભારતમાં ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં બાબા રામદેવના મંદિરો પણ છે અને તેના ભક્તો પણ છે. લોકો એ ઘણે દુર થી રાજસ્થાનના રણુજા યાત્રા ધામએ બાબા રામદેવના આશીર્વાદ લેવા જતા હોય છે, ભાદરવા સુદ બીજના રોજ રણુજામાં ખુબ મોટો મેળો ભરાય છે જ્યાં દુર દુરથી ભગવાન રામદેવપીરના ભક્તો દર્શના કરવા આવતા હોય છે.
રામદેવપીરના પિતાનું નામ અજમલ રાય હતું જયારે માતા નું નામ મીનળદેવી હતું, એટલું જ નહી તેણે એક મોટો ભાઈ પણ હતો જેનું નામ વિરમદેવપીર હતું. રામદેવપીરએ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ભેદભાવ કરતા ન હતા, તે બધાને સમાન બૌધ આપતા હતા. ઈતિહાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે ૫ મુસ્લિમોએ મક્કાથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને ભગવાન રામદેવનો પરચો અનુભવ્યો હતો.
ભગવાન રામદેવએ પૃથ્વી પરના પોતાના નિયત કાર્યો કર્યાં બાદ ૪૨ વર્ષની ઉમરે રાજસ્થાનના રામદેવપરા પાસે ૧૪૫૯ માં સમાધી લીધી હતી, એટલું જ નહી બિકાનેરના રાજા ગંગા સિંઘે ભગવાન રામદેવની યાદમાં રામદેવપીરની સમાધી પર ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં ભગવાન રામદેવને ચોખા, નારિયેળ, ગૂગળ અને કપડાના ઘોડાનો ચડવો કરવામાં આવે છે.