મુકેશ અંબાણીના ‘એન્ટીલિયા’ માં ફૂલ અને પત્થરોને ને પણ……
શ્રેયા ધનવંતરીએ વેબ શોની ખુબ જાણી માણી અભિનેત્રી છે, તેણે ‘ ધ ફેમિલી મેન ગેમ ૧૯૯૨’ જેવી ઘણી મશહુર વેબ સીરીઝમાં કાર્ય કર્યું હતું, આ શોમાં લોકોએ તેના અભિનયના ખુબ વખાણ કર્યાં હતા. શ્રેયએ કઈક ઇવેન્ટને લીધે મુકેશ અંબાણીના ઘરે ગઈ હતી જ્યાં બોલીવુડના ખુબ મોટા મોટા કલાકરો પણ હાજર હતા. એવામાં શ્રેયાએ આ ઘરને લઈને ખુબ દિલચસ્પ વાતો શેયર કરી હતી. શેર્યાનું કેહવું છે કે જયારે તેણે મુકેશ અંબાણીના ઘરમાં પ્રેવશ કર્યો ત્યારે તેને ખુબ ઠંડી લાગતી હતી આથી તેણે તાપમાન ઘટાડવા માટે ગઈ પરંતુ તેને એક અટપટો જવાબ મળ્યો જેથી તેને પરત ફરવું પડ્યું હતું.
મુકેશ અંબાણીએ દુનિયાના સૌથી મોટા ઉધોગોપતિઓમાં તેઓનો સમાવેશ કરવામાં આવે છે, એટલું જ નહી તેઓ સંપતીની બાબતમાં પણ પુરા એશિયામાં બીજું સ્થાન ધરાવે છે. એવામાં સામન્ય વાત છે કે કોઈ પણ વ્યક્તિ તેની લાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે ખુબ ઉત્સુખ હોય છે. એવામાં આ અભિનેત્રીએ એવો ખુલાસો કર્યો જેને સાંભળીને સૌ કોઈ નવાઈ પામ્યા છે. આ અભિનેત્રીએ આ વાતનો ખુલાસો ‘ધ લવ લગેજ’ લાઈવ ટીવી શો દરમિયાન કર્યો હતો.
આ અભિનેત્રી જણાવે છે કે અબુ જાની અને સંદીપ ખોલસાએ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષો પૂર્ણ કર્યાંની ઉજવણી કરી હતી, આ ઇવેન્ટમાં તેઓએ ૫૦ મોડેલને આમંત્રણ આપ્યું હતું જેમાં આ મોડલોએ તેના ડીઝાઇન કરેલા કપડાને પેહરવના હતા. આ ૫૦ અભિનેત્રીમાં મારું નામ પણ શામેલ હતું અને અહી અમિતાભ બચ્ચન પણ શામેલ હતા જેના લીધે અમને ખુબ મજા આવી હતી.
શ્રેયા આગળ જણાવતા કહે છે કે તેને ખુબ ઓછા કપડા પેહર્યા હોવાથી તેને ખુબ ઠંડી લાગી રહી હતી આથી તેણે અંદર આવીને મેનેજર સાથે વાત કરતા કહ્યું કે હું તાપમાન થોડું વધારી શકું? આનો જવાબ મેનેજરએ એવો આપ્યો જેનાથી આ અભિનેત્રીને પાછુ ફરવું પડ્યું. મેનેજરએ જવાબ આપતા જણાવ્યું કે ‘ મેમ અહી જે ફૂલ અને માર્બલ લાગેલા છે એને આ સુરક્ષિત તાપમાનની જરૂરિયાત હોય છે એટલા માટે અમે તાપમાન વધારી શકતા નથી.’ આ પરથી આપણે જાણી જ શકીએ છીએ કે અહી ફૂલને પણ કેટલું મહત્વ આપવામાં આવે છે, આ વાતને જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું છે.