મિત્રથી આબરૂ બચાવા માટે લીધી જળ સમાધી, જાણો કોણ હતી આ રાણી?

Spread the love

હબીબગંજ સ્ટેશનનું નામ રાણી કમલાપતિના નામ પર રાખવાનું કારણ તેની વીરતા અને પરાક્રમ જોતા જ રાખવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં ગોંડ જનજાતિના લોકોની વસ્તી સૌથી વધારે છે એટલા માટે રાણી કમલાપતિ સ્ટેશન તેઓની વિરાસત અને જનજાતિને યોગદાન કરવા અને સન્માન કરવાનો એક હિસ્સો છે.

મધ્યપ્રદેશના ભોપાલ જીલ્લામાં નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ક્લાસ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે. આ સ્ટેશનનું નામએ રાણી કમલાપતિની વીરતા અને બહાદુરીને ધ્યાનમાં રાખતા આ નામ રાખવામાં આવ્યું હતું. આ ભારતનું પેહલું એવું રેલ્વે સ્ટેશન હશે જેમાં એરપોર્ટ જેવી સેવાઓએ લોકોને આપવામાં આવશે આ રેલ્વે સ્ટેશનએ ૪૫૦ કરોડના ખર્ચે બનવામાં આવ્યું જેમાં ઘણી એવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્ટેશનમાં જો યાત્રીએ સ્ટેશન પર ઉતરશે તો તેઓને પણ અલગ અલગ રસ્તાઓ આપવામાં આવશે જેનાથી તેઓ સ્ટેશનની બહાર જઈ શકશે. આ સ્ટેશનમાં એક કોન્ફોર્સ પણ છે, જેમાં ૯૦૦ યાત્રીઓ એક જ વારમાં બેઠી શકે છે. ભારત દેશએ વિરંગનાઓની કમી ધરાવતો નથી, રાણી કમલાપતિ પણ તેમાંથી જ એક છે.

રાણી કમલાપતિએ ૧૮મીઓ સદીની ગોંડ રાણી હતી, તેની કોઈ તસ્વીર તો નથી પણ કેહવામાં આવે છે કે રાણીએ કમલાપતિએ રાજ્યની સૌથી સુંદર મહિલા હતી. એવું કેહવામાં આવે છે કે ચાંદની રાતોમાં તે સમુદ્ર કિનારે તરતી જોવા મળે છે. એ સમયે ગીન્નોરગઢના મુખ્યા હતા અને તેને ૭ પત્નીઓ હતી. રાણી ક્મ્લાવતીએ તેમાંથી જ એક હતી, રાણી કમલાવતીની બહાદુરી અને સુંદરતાને લીધે તે રાજાની સૌથી પ્રિય રાણી હતી.

તે સમયે બાડી પર નિજામ શાહનો ભત્રીજો આલમ શાહની હુકુમત હતી. તેની નજર હમેશા નિઝામ શાહની સંપતી અને દૌલત પર જ રેહતી હતી અને ક્મ્લાપતીની સુંદરતા જોઈને તેણે કમલાપતિને પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો પણ રાણીએ તેણે ઠુકરાવી દીધી. ત્યારબાદ આલમ શાહએ પોતાના કાકાના મુર્ત્યુંનું ષડ્યંત્ર રચવા લાગ્યો અને તેને એક વખત એવો મોકો પણ મળી ગયો, તેણે રાજાના જમવામાં ઝેર નાખીને તેની હત્યા કરી નાખી હતી.

તેનાથી રાણી અને તેનો દીકરો બંનેને ખતરો હતો આથી રાણી કમલાપતિએ પોતાના દીકરા નવલ શાહને ગીન્નોરગઢથી ભોપાલમાં સ્થિત કમલાપતિ મહેલમાં લઈ આવી હતી. રાણીને પોતાના પતિનો બદલો લેવાની ઈચ્છા હતી પરંતુ તેની પાસે સેના પણ નહતી અને પૈસા પણ હતા. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર રાણી કમલાપતિએ મિત્ર મોહબ્બત ખાન પાસે મદદની માંગ કરી હતી અને મોહમ્મદ ખાનએ મદદ કરવા માટે હા પણ બોલી દીધી હતી પણ તેની એક શરત હતી તે રાણી પાસેથી એક લાખ રૂપિયાની માંગ કરી હતી

જે શરત રાણી પાસે પૈસા ન હોવ છતાં તેણે માણી લીધી, ત્યારબાદ મોહમ્મદ ખાનએ નિજામ શાહના ભત્રીજા આલમ શાહ પર ચડાય કરીને તેણે મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ શરત અનુસાર રાણી ને એક લાખ રૂપિયા આપવાના હતા પરંતુ રાણી પાસે પૈસા ન હોવાથી તેણે ભોપલમાં આવેલ જગ્યા મોહમ્મદ ખાનને આપી હતી.

મિત્ર મોહમ્મદ હવે પુરા ભોપાલ પર રાજ કરવાની ઈચ્છા ધરવતો હતો તેણે રાણી કમલાપતિને પોતાના ધર્મ અપનાવાની અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મિત્ર મોહમ્મદ ખાનાના અવ નાપાક ઈરાદા જોઈને કમલાપતિના પુત્રએ પોતાના ૧૦૦ મિત્રો સાથે લાલ ઘાટ પ[ર યુદ્ધ કરવા ચાલ્યા ગયા હતા એમાં જ તે મોહમ્મદ ખાનએ નવલ શાહને મોતને ઘાટ ઉતારી દીધો.

આહી ખુબ જ લોહી વહ્યું હોવાથી આ જગ્યાને લાલ ઘાટી તરીકે ઓળખવામાં આવે છે. આવી વિકટ પરિસ્થિતિ જોઈને રાણીએ તેની ઈજ્જતને બચાવા માટે બાંધનો એક રસ્તો ખુલો કર્યો જેનાથી મોટા તળાવનું પાણીએ બીજી જગ્યાએ ચાલ્યું ગયું હોવાથી આજે તેને નાના તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં રાણી કમલાપતિએ પોતાના ઘરેણા અને દોલત નાખીને પોતે જળ સમાધી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *