તુલસીના પાન ચાવીને ખાવાથી થઈ શકે છે શરીર ને આવું નુકશાન

Spread the love

તુલસીની ઔષધી વિશે સૌ કોઈ જાણે જ છે. તુલસીનો ઉપયોગ દુનિયાના ખૂણે ખૂણે કરવામાં આવે છે એટલું જ નહી તુલસીનો ઉપયોગએ દવાઓમાં પણ કરવામાં આવે છે. ભારત સહિતના ઘણા દેશોમાં તુલસીનું પુષ્પએ પુજનીય પણ છે. પોતાના ઔષધીય ગુણોને લીધે તુલસીએ એ પોતાનું એક અલગ જ મહત્વતા ધરાવે છે, એટલું જ નહિ તુલસીએ શરદી તાવથી છુટકારો મેળવવા, ઇમ્યુનિટી વધારવા અને લોહીના જમાવ જેવી શરીર સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓનું નિવારણએ તુલસી કરે છે. તુલસીના પત્તામાં ભરપુર પ્રમાણમાં વિટામીન અને પ્રોટીન હોય છે જે માનવીય શરીર માટે ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત તેમાં કેલશ્યમ , ઝીંક, આયર્ન અને કલોરોફીલ જેવા તત્વો હોય છે.

ભારતમાં લગભગ ઘરે ઘરે તુલસીનું પુષ્પ ઉગાવવામાં આવે છે, પણ વધુ પડતા લોકોને તેના ફાયદા અને ગેરફાયદા વિશે માહિતગાર નથી આથી તેઓ તુલસીના ઉપયોગથી વંચિત રહે છે. દરરોજ સવારે ભુખ્યા પેટએ તુલસીના ત્રણ-ચાર પત્તા ખાવથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે જો તુલસીને અસમયે ખાવામાં આવે તો તેના ઘણા નુકશાનો પણ થાય છે. આજે તમને અમે એજ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ.

તુલસીના પાનમાં પારા અને આયર્ન હોવાથી દાત માટે સારું નથી માનવામાં આવતું, કેહવામાં આવે છે કે વધુ પડતા તુલસીના પાન ખાવાથી દાત ખરાબ થવાની સંભાવના રહે છે. તુલસીના પાનને વધુ પડતા ચાવીને ખાવાથી મોઢામાં પારાએ મળી જાય છે આથી દાતને નુકશાન પોહચે છે. તુલસીનું પાનએ પ્રાકૃતિક રૂપથી થોડી અમ્લીય હોય છે, જેનાથી દાત દુખવાની મુશ્કેલી થઈ શકે છે.

માનવામાં આવે છે કે તુલસીના પાનનું સેવન કરવાથી લોહી પાતળું થવા લાગે છે. આથી ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવે છે કે જો શરીર પર કઈ ઈજા થઈ હોય તો તુલસીના પાનનું સેવન કરવું જોઈએ નહિ અને જો ઓપરેશન કરવાનું હોય તો થોડા દિવસો પેહલા જ તેનું સેવન પર રોક મૂકી દેવો જોઈએ. તુલસીમાં ગરમીની અસર હોય છે આથી વધુ પડતી ખાવાથી તે પ્રજનન ક્ષમતા પર ખુબ ખરાબ અસર કરે છે. જો તમે વંધ્ય્ત્વની સારવાર લઈ રહ્યા હોવ તો તુલસીનો ઉપયોગ કરતા પેહલા ડોક્ટરની સલાહ આવશ્યક છે. તુલસીમાં યુજેનોલ નામનું તત્વ હોય છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે છે. ખાસ કરી ને શુરુઆતના મહિનાઓમાં, સગર્ભા સ્ત્રીઓએ તુલસીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *