‘ગદર ૨’ ફિલ્મની શુટિંગનો થઈ ચુક્યો છે આરંભ, ૨૦ વર્ષો પછી તારા સિંહ અને મેડમ સકીના દેખાશે સાથે

Spread the love

વર્તમાન સમયમાં યુવાન વ્યક્તિઓએ ખુબ ફિલ્મો જોવાનું પસંદ કરતા હોય છે, આ ફિલ્મ ભારતની હોય કે વિદેશની લોકો તેણે જોવાનું ખુબ પસંદ કરે છે. આમ તો બોલીવુડની ઘણી બધી એવી ફિલ્મો છે જે લોકોને ખુબ પસંદ આવી હતા પણ તેમાં ‘ગદર’ છે જે આજથી વીસ વર્ષ પેહલા રીલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સાથે જોવા મળ્યા હતા, તેઓની એક્ટિંગ લોકોને એટલી પસંદ આવી હતી કે આ ફિલ્મએ લોકો બે બે વખત પણ જોવા ગયા હતા.

આ ફિલ્મને ધ્યાનમાં લઈને એક મોટી ખબર સામે આવી રહી છે, એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ ફિલ્મની સિકવલ ફિલ્મનું શુટિંગ શરુ થઈ ચુક્યું છે. આથી ૨૦ વર્ષો બાદ પણ તારા સિંહ અને મેડમ સકીનાની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. સની દેઓલએ આ વાતનો ખુલાસો પેહલા જ કરી દીધો હતો જેનું પોસ્ટર દશેરાના દિવસે રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની શુટિંગને લઈ ને ફિલ્મ મેકર ક્રીતિક તરણએ એક ટ્વીટના માધ્યમથી એક તસ્વીરને શેયર કરી હતી જેમાં સની દેઓલ નજરે આવે છે, આ તસ્વીરમાં સની દેઓલએ લાલ કુર્તા અને સફેદ પાઘડીમાં નજરે આવે છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મની શુટિંગ હિમાચલ પ્રદેશના કાંગડામાં થઈ રહી છે, આ શુટિંગનું કાર્ય લગભગ ૧ મહિના સુધી શરુ રેહશે. અમીષા પટેલએ પણ પોતના સોશિયલ મીડિયા પર શેયર કરી હતી જેમાં તે જૂની સકીનાના રૂપમાં જોવા મળી હતી જેમાં તેણે કેસરી રંગનો સુટ પેહર્યો હતો. દર્શકો તારા સિંહ અને સકીનાની જોડી રૂપેરી પડદે જોવા માટે ખુબ ઉત્સુખતા થી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મએ અનીલ શર્મા બનાવી રહ્યા છે, આ ફિલ્મનું નામ પેહલા ‘ ગદર એક પ્રેમ કથા’ હતું. ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મએ  શક્તિમાનએ લખી છે અને મ્યુઝીકએ મિથુન દ્વારા આપવામાં આવ્યું છે. સની દેઓલે તસ્વીર શેયર કરતા લખે છે કે ૨ દશક પછી જેનો ખુબ ઉત્સુખતાથી રાહ જોતો હતો તે હવે પૂરો થયો છે, દશેરાના પાવન અવસર પર ગદર ૨ નું મોશન પોસ્ટર તમારા માટે લઈ આવ્યો છુ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *