કદ નાનું હોવા છતાં તેણે સિનેમા જગતમાં પ્રાપ્ત કર્યું એક મોટું સ્થાન, અભિનેતાએ તેનાથી પણ ઉચ્ચા કદ વાળી છોકરી સાથે કર્યાં લગ્ન

Spread the love

કેહવામાં આવે છે કે જો માણસને જીવનમાં સફળ થવું હોય તો તેના માટે રંગ, રૂપ, કદ કોઈ મહત્વ ધરાવતું નથી, વ્યક્તિમાં ટેલેન્ટ કેટલું છે અને તે કેટલી મેહનત કરે છે તે મહત્વ ધરાવે છે. આજ અમે આવા જ એક બોલીવુડ અભિનેતાની વાત કરવા જઈ રહ્યા છીએ. ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી પોતાની એક્ટિંગનો જલવો વિખેરનાર કેકે ગોસ્વામી છે. કેકે ગોસ્વામીએ પોતાની શારીરિક નબળાયને જ પોતાની તાકાત બનાવીને હાલ મનોરંજની દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખાણ ઉભી કરવામાં સફળ થયો છે.

એટલું જ નહી કેકે ગોસ્વામીએ ઘણા બધા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે ગોસ્વામીએ બોલીવુડ, ટેલીવિઝન, વિજ્ઞાપન થી લઈને ભોજપુરી ઇન્ડસ્ટ્રી સુધી કાર્ય કરી ચુક્યા છે, હાલતો કેકે ગોસ્વામીનું નામએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સારા અભિનેતાઓની યાદીમાં આવે છે. આજના આ પોસ્ટમાં અમે તમને કેકે ગોસ્વામીના અંગત જીવન વિશે જણાવા જઈ રહ્યા છીએ.
કેકે ગોસ્વામીનો જન્મ ૩સપ્ટેમ્બર ૧૯૭૩ના રોજ બિહાર રાજ્યના સાવ નાના ગામમાં થયો હતો.

નાનપણથી જ કેકે ગોસ્વામીની હાઈટએ ખુબ ઓછી હતી અને ૯૧ સેન્ટીમીટર થયા પછી તેની હાઈટ વધવાનું બંધ થય ગયું અને તેઓ નાના કદના જ રહીં ગયા હતા. નાના કદને લીધે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેકે ગોસ્વામીએ પોતાના કરિયરની શરુઆત વર્ષ ૧૯૯૭માં પ્રસારિત થનાર સૌથી પોપ્યુલર શો શક્તિમાન થી કરી હતી. હાલ તો કેકે ગોસ્વામીએ ૪૮ વર્ષની ઉમર ધરાવે છે. આ શક્તિમાન સીરીયલમાં કેકે ગોસ્વામીએ બૌનેનું પાત્ર ભજવતા નજરે પડ્યા હતા.

એટલું જ નહી ગોસ્વામીએ આ શો બાદ ઘણા બધા મોટા શોમાં પણ કાર્ય કર્યું હતું. ત્યારબાદ કેકે ગોસ્વામીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરવાનું શરુ કર્યું ત્યાં પણ તેઓને ખુબ સફળતા પ્રાપ્ત થઈ હતી, બોલીવુડ સિવાય કેકે ગોસ્વમીંએ ભોજપૂરી ફિલ્મોમાં પણ કાર્ય કરી ચુક્યા છે. તેના અત્યાર સુધીના કરિયરમાં તે ગબરાલ, ચક્રવર્તી સમ્રાટ અશોક, જુનીયર જી, ચાચા ચૌધરી, સિઆઇડી જેવા ઘણા બધા મોટા શોમાં પોતાનો કિરદાર ભજવી ચુક્યા છે.

કેકે સોસ્વમીના અંગત જીવનની વાત કરવામાં આવે તો કેકે ગોસ્વામીએ પોતાનાથી ૨ ગણી મોટા કદ ધરાવતી છોકરી સાથે લગ્ન કર્યાં હતા. તેની પત્નીનું નામ પીકું છે જે જોવામાં ખુબ જ સુંદર છે. જયારે પીકુએ કેકે ગોસ્વામી સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા કીધી ત્યારે પીકુના માતા પિતા આ લગ્નથી ખુશ હતા નહી પરંતુ થોડા સમય બાદ પીકુના ઘરવાળા આ લગ્ન માટે રાજી થઈ ગયા અને પીકુ અને કેકે ગોસ્વામીના લગ્ન થઈ ચુક્યા. હાલ તેઓ બે બાળકોના માતા પિતા બની ચુક્યા છે અને પોતાનું જીવન ખુશી ખુશી જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *