‘કટપ્પા’ ની દીકરી દિવ્યાએ સુંદરતામાં કોઈ અભિનેત્રીથી પાછળ નથી, જુઓ તેની તસ્વીરો

Spread the love

‘બાહુબલી’ ફિલ્મને  ક્યા વ્યક્તિએ  નહી જોઈ હોય, નાના બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સુધીના તમામ લોકોએ આ ફિલ્મ જોયેલી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ઘણા બધા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મના બધા કીરદારોએ એક મહત્વનો ભાગ ભજવ્યો હતો જેમાં ‘કટપ્પા’ ની ભૂમિકા અદા કરનાર અભિનેતા સત્યરાજએ રાતો રાત સુપરસ્ટાર બની ગયા હતા.

આની પેહલા તેઓએ બોલીવુડના મહાન અભિનેતા શાહરુખ ખાન સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માં કાર્ય કર્યું હતું પણ તેઓને સાચી ઓળખાણ તો કટપ્પાના પાત્ર ભજવાથી જ મળી હતી. સત્યરાજએ પોતાના કરિયરમાં ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કાર્ય કર્યું હતું. તેઓનો જન્મ ૩ ઓકટોબર ૧૯૫૪ના રોજ તમીલનાડુમાં થયો હતો. તમને જણાવી દઈએ કે સત્યરાજનું અસલી નામ રંગારાજ સૂબય્યા હતું, એટલું જ નહી સત્યરાજએ ૧૯૭૯માં પ્રોડ્યુસર મઘમપટ્ટી શિવકુમારની ભત્રીજી મહેશ્વરીની સાથે લગ્ન કર્યાં હતા.

તમને જણાવી દઈએ કે સત્યરાજને એક દીકરો અને એક દીકરી છે. સત્યરાજની દીકરી દિવ્યાએ રીયલ લાઈફ હીરો છે, દિવ્યાએ સમાજ કલ્યાણના કાર્યોને લઈને પૂરી દુનિયામાં મશહુર છે. જો દિવ્યાની વાત કરવામાં આવે તો તે એક ન્યુટ્રીશન છે અને એની સિવાય તે એક એનજીઓ પણ ચલાવે છે જેના માધ્યમથી તે ગરીબ બાળકો અને મહિલાઓની મદદ કરતા હોય છે. તમને જણાવી દઈકે દિવ્યાએ મદ્દ્રાસ વિશ્વવિધાલયમાં પોતાનું ગ્રેજુએટ પૂર્ણ કર્યું હતું.

આની સિવાય તેણે પોતાની ન્યુટ્રીશનનો અભ્યાસ યુએસએમાં પૂર્ણ કરી હતી, એટલું જ નહી દિવ્યાએ એક સમયે કુપોષિત બાળકોને લઈને પીએમ નરેન્દ્ર મોદીને ચિટ્ઠી પણ લખી હતી. મિત્રો એવું કેહવા આવી રહ્યું છે કે દિવ્યા થોડા સમયમાં કુપોષણને લઈને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવાની છે. સારા સ્વાસ્થને લઈને દિવ્યા જણાવે છે કે ,” ખોરાકએ જાદુઈ વસ્તુ છે. ખોરાક જ દવા છે.

એટલું જ નહી તમારે એ પણ જાણવું જોઈએ કે તમારે શું ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ.” સત્યરાજએ તેની દીકરી દિવ્યા વિશે જણાવે છે કે,” દિવ્યા હમેશાં મેહનતું રહી છે અને મને તેના પર ગર્વ અનુભવાય છે.” દિવ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે અને તે રોજબરોજ નવા નવા ફોટો અને વિડીયોએ શેયર કરતી હોય છે જે ખુબ સુંદર અને સ્ટાઈલીશ હોય છે. આમતો દિવ્યાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દુર છે પણ તે ઘણી વાર ચર્ચાનો વિષય બનતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *