આ શખ્સએ છેલ્લા ૧૭ વર્ષથી જંગલમાં વસવાટ કરી રહ્યો છે, જાણો શું છે તેની પાછળનું કારણ

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માનવીઓનું જીવન જેટલું સરળ દેખાય આવે છે એટલુ સરળ હોતું નથી. એવા ઘણા બધા કારણો છે જેના લીધે કોઈક વાર માનવીએ એકલા રેહવાની ટેવ પાડવી પડતી હોય છે. અમુક લોકોએ પોતાના પરિવારની જવાબદારીઓને લીધે ચાર દીવારીમાં બંધ રેહવું પડે છે , અમુક લોકો એવા પણ હોય છે જેના પર સોસાયટીનું દબાણ અને સમાજના દબાણને લીધે ઘરને છોડીને જાવું પડતું હોય છે. આ પોસ્ટના માધ્યમથી આજે અમે તમને એવા જ એક શખ્સ સાથે મુલકાત કરાવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિને જીવનમાં થતી  હલનચલન કઈક એ પ્રકારે પ્રભાવિત કર્યું કે તે વ્યક્તિએ જંગલમાં રેહવાનું પસંદ કર્યું હતું. 

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ છેલ્લા ૧૭ વર્ષથી જંગલમાં વસવાટ કરી રહ્યો છે. જો તમારે આ વ્યક્તિની પૂરી વાત વિશે જાણવું હોય તો તમારે કર્ણાટકના દક્ષિણ ભાગમાં આવેલ ગામ અડતાલ અને નક્કારે આસપાસ આવેલ એક જંગલમાંથી પસાર થવું પડશે. આ માણસએ છેલ્લા ૧૭ વર્ષથી વનમાં પોતાનું જીવન ગુજારી રહ્યો છે, આ સમયએ ખુબ વધુ કેહવાય છે કારણ કે જંગલમાં આટલા વર્ષો સુધી પોતાનું જીવન વિતાવવુંએ સામાન્ય વાત નથી. આ શખ્સએ રેહવા માટે એક જુપડી બનાવી છે, આ જુપડીએ તેણે વાસના લાકડા અને પ્લાસ્ટીકની શીટ્સનો ઉપયોગ કરીને બનાવી છે. આ જુપડીની અંદર એક એમ્બેસેડર કાર પડેલી છે જે હાલતો ભંગાર હાલતમાં છે. ખબરોની માનીએ તો આ કબાડાનો માલિક અને જંગલમાં રહેવાવાળો શખ્સએ ચંદ્રશેખર છે. વર્તમાન સમયમાં ચંદ્રશેખરની ઉમર ૫૬ વર્ષ છે.

સામાન્ય છે કે ચંદ્રશેખર આટલા મોટા જંગલમાં રેહતા આટલા વર્ષો થઈ ચુક્યા છે છતાં હજી સુધીએ ચંદ્રશેખર પોતાના વાળ કપાવ્યા નથી. જંગલમાં રેહતા પેહલા ચંદ્રશેખર પાસે દોઢ એકર જમીન હતી જેમાં તે ખેતી કરીને પોતાના પરિવારનો ગુજારો કરતો હતો. વર્ષ ૨૦૦૩માં ચન્દ્રશેખરને બેંક પાસેથી ૪૦૦૦૦ રૂપિયાની લોન લીધી હતી આ રકમ ન ચૂકવી શકતા બેંકવાળાઓએ તેની જમીનની હરાજી કરી ને વેહચી દીધી હતી. બધું ગુમાવીને તે પોતની બેહનના ઘરે રેહવા ચલ્ય ગયા હતા પરંતુ ત્યાં પણ રોજ બરોજની અનબનને કારણે તે અંદરથી તૂટી ગયા હતા અને તેને જંગલમાં એકલા જ જીવન જીવવાનું મન બનાવી લીધું હતું.

`જયારે ચંદ્રશેખરએ જંગલમાં જીવન જવવા માટે આવ્યા ત્યારે તેઓની પાસે ફક્ત ૨ જોડી કપડા જ હતા અને જો ચંદ્રશેખરની રેહવાની અને સુવાની વ્યવસ્થાની વાત કરીએ તો તે પોતાની કારની અંદર જ સુતા હતા. તે નહાવા માટે પાસેની નદીનો ઉપયોગ કરતા હતા અને ઝાડની સુકા પાનની ટોપલી બનાવીને આસપાસના ગામમાં વેહચતા હતા. એમાંથી જે પણ પૈસા પ્રાપ્ત થતા તેમાંથી તે અનાજ લાવતા હતા. તમને આ બધું જાણીને આશ્ચર્ય થશે કે કોઈ વ્યક્તિ આટલું સાદાઈથી જીવન કેવી રીતે જીવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *