આ ટીવી સ્ટારોએ ભજવ્યું છે શ્રી કૃષ્ણનું પાત્ર , અસલ જીવનમાં પણ લોકો તેના ચરણ સ્પર્શ કરતા હતા.
હાલના સમયમાં શ્રી કૃષ્ણને લગતી સીરીયોલો અને ફિલ્મો બની રહ્યા છે. તેમાં શ્રી કૃષ્ણનું પાત્ર મુખ્યત્વે મોટા સ્ટારો જ ભજવતા હોય છે. હજી થોડા સમય પેહલા જ જન્માષ્ટમીનો તેહવાર એ ગયો છે, આ તેહવાર એ પુરા ભારત દેશમાં ખુબ જ ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીનો તેહવારમાં બધા જ મંદિરોને શણગાર વામાં આવતા હોવાથી એ દિવસે ચારો તરફ રોનક છવાયેલી રહે છે. આમ લોકોથી માંડીને બોલીવુડ સ્ટાર પણ જન્માષ્ટમીની ઉજવણી ધૂમ ધામથી કરતા હોય છે.
બોલીવુડ અને ટી.વી ઇન્ડસ્ટ્રીમાં એવા સ્ટારો છે જેને ફિલ્મોમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવી તેના પ્રત્યેની આસ્થા વ્યક્ત કરે છે. આજ અમે તમને આ પોસ્ટ દ્વારા અમે તમને બોલીવુડના એવા સ્ટારો ની વાત કરવના છીએ જેણે ફિલ્મોમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આની યાદીમાં કેટલા બધા અભિનેતાઓ નું નામ શામેલ છે.
આ યાદીમાં સોં પ્રથમ નામ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારનું આવે છે. જેણે વર્ષ ૨૦૧૨માં આવેલી “ઓહ માય ગોડ” માં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. આ લીસ્ટમાં નંદીમુર તારક રામા રાવનું નામ પણ શુમાર છે. તેઓને ફિલ્મી જગતમાં એનટીઆઈ ના નામ થી ઓળખવામાં આવે છે. એનટીઆઈએ સૌથી વધુ દેવી દેવતાના પાત્ર ભજવેલા છે અને તેઓએ કુલ ૧૭ ફિલ્મોમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું.
સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણએ પણ શ્રી કૃષ્ણનું પાત્ર અદા કરેલ છે. તેઓએ ફિલ્મ “ગોપાલા ગોપાલા” માં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં પવન કલ્યાણની અદાકરીને ખુબ પસંદ કરવામાં આવી હતી. નાના પડદાના સોંથી પ્રિય કલાકાર એવા નીતીશ ભારદ્વાજએ શ્રી કૃષ્ણનું કિરદાર નિભાવ્યું હતું. તે બીઆર ચોપડાની મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. તેઓ પ્રત્યે લોકોની એવી છબી બની ગઈ હતી કે લોકો તેને વાસ્તવિક રૂપમાં શ્રી કૃષ્ણ માને છે.
રામાનંદ સાગર દ્વારા રજુ કરવામાં આવતી શ્રી કૃષ્ણ પ્રોગ્રામમાં સ્વપ્નીલ જોશીએ યુવા શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. પોતાના આ કિરદાર ભજવાથી સ્વ્પ્નીલએ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મશહુર થયા હતા. વર્ષ ૨૦૧૩મ આવેળ મહાભારતમાં ટીવીના જાણીતા અભિનેતા સૌરભ રાજ જૈનએ ભગવાન શ્રી કૃષ્ણનું કિરદાર નિભાવ્યું હતું. આ કિરદાર ભજવ્યા પછી તેઓને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.
હાલનું ટીવીનું સૌથી પ્રખ્યાત સીરીયલ રાધા-કૃષ્ણમાં ટીવી અભિનેતા સુમેધએ ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર અદા કર્યું હતું અને આ સીરીયલમાં રાધા-કૃષ્ણની જોડીને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧માં પ્રસારિત થનાર સીરીયલ દ્વારકાધીશમાં ટીવી અભિનેતા વિશાલ કરાવલએ ભજવ્યું હતું અને તેના આ કિરદારને લીધે તે ઇન્ડસ્ટ્રીના ખુબ પોપ્યુલર અભિનેતા બન્યા હતા.