આ ઘર છે દુનિયાનું સૌથી આલીશાન ઘર, જાણો શું છે આ ઘરમાં

Spread the love

દુનિયામાં સુંદરતાના દીવાનાઓની કોઈ કમી નથી, દુનિયામાં એકથી વધીને એક એવી વસ્તુ છે જે બધાને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે. જો વાત ઘરની કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિએ પોતે શાનદાર ઘરમાં રેહવાની ઈચ્છા ધરાવતો હોય છે પરંતુ એવા ઘર પામવા બધાના નસીબમાં નથી હોતું પરંતુ જો તમે સારા પૈસા કમાંઈ રહ્યા છો તો તમે આવા શાનદાર ઘરની ખરીદી પણ કરી શકો છો. આજ આ પોસ્ટના માધ્યમથી અમે તમને એવા સુંદર ઘરો વિશે જણાવા જઈ રહ્યા છીએ જેની સામે મોટા મોટા રાજ મહેલ પણ પાછા પડે છે. આવનાર થોડા દિવસોમાં આ ઘરની હરાજી થવાની છે, તમારે આ ઘર ખરીદવું હોય તો નીલામીમાં બોલી લગાવી શકો છો.

મીડિયા રીપોર્ટ અનુસાર અમેરિકાના ‘ ધ વન’ નામનું ખુબ આલીશાન ઘર આવેલ છે જેમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઘરએ કેલિફોર્નિયાના પર્વતો વચ્ચે આવેલ છે, આ ઘરનો ઉલ્લેખ ઘણીવાર સમાચાર પત્રોમાં પણ કરવામાં આવ્યો હતો. આ ઘરની સામે રાજમહેલ અને હવેલીઓ પણ મામુલી લાગે છે. આ ઘરનું સ્ટ્રક્ચર લગભગ ૧૦ હજાર વર્ગ ફૂટ એરિયા કવર કરે છે. આ શાનદાર ઘરમાં ૨૧ બેડરૂમ, ૪૫ સીટર સિનેમા થીએટર, ૪ સ્વીમીંગ પુલ અને એક સાથે ૩૦ ગાડીઓ સાથે ઉભી રહી શકે તેટલું મોટું ગેરાજ છે. અહી એક ગ્રાઉન્ડ પણ છે જ્યાં તમે કસરત કરીને પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો.

આ ઘરના પાડોશીની વાત કરીએ તો હોલીવુડના ચહિતા અભિનેત્રી જેનીફર એનિસ્ટન અને ટેસ્લાના શોધક એલોન મસ્ક પણ શામેલ છે . આ ઘરે કઈ સ્વર્ગથી ઓછું નથી. જો તમે આ ઘરને ખીર્ડવા ઈચ્છો છો તો તમારે ૫૦૦ મીલીયન ડોલર રકમ ચૂકવી પડશે પરંતુ અમુક ઓફર્સને લીધે આ ઘરએ તમને ૧૬૫ મિલયન ડોલરમાં પણ મળી શકે છે કારણ કે આ ઘરના માલિક પર લ્ઘ્ભ્ગ ૧ ખરબ, ૨ અરબ ૨૪ કરોડ રૂપિયાનું દેવું છે આથી તે ઓછી કિંમતે વહેચવા પણ તૈયાર થઈ શકે છે.

જો અમેરિકાના સૌથી મોંઘા અને આલીશાન ઘરની વાત કરવામાં આવે તો તેમાં સૌપ્રથમ નામએ ગ્રીફીનનું આવે છે. આ ગ્રીફીન ઘરની કિંમતએ ૨૩૮ મિલયન છે જે હાલમાં અમેરિકાનું સૌથી મોંઘુ ઘર માનવામાં આવી રહ્યું છે. જો દુનિયાની વાત કરવામાં આવે તો ચીનએ બ્રિટનમાં એક મેગા હવેલીન ખરીદી જેનો સોદો ૨૭૫ મીલીયન ડોલરમાં કરવામાં આવ્યો હતો એટલું જ નહી સઉદી રાજકુમાર એક ફ્રાન્સીસ રિસોર્ટને ૩૦૦ મીલીયન ડોલરમાં ખરીદયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *