અનીલ અંબાણીએ પોતાની પત્નીના જન્મદિવસ પર આપ્યું ૪૦૦ કરોડનું એક ભેટ, આ ભેટમાં શું છે એવું?

Spread the love

ભારત દેશમાં ઘણા બધા એવા ધનિક પરિવારો છે જે અરબોપતિ છે તેમાં જ તે મુકેશ અંબાણીના ભાઈ અનીલ અંબાણીનો પણ સમાવેશ થાય છે. અનીલ અંબાણીએ પોતાના શોખ માટે ખુબ પ્રખ્યાત છે. જે રીત મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણીને મોંઘી મોંઘી ભેટો આપવાનો શોખ ધરાવે છે તેવી જ રીતે અનીલ અંબાણી પણ તેની પત્નીને મોંઘી ભેટ આપતા હોય છે.

તમને જણાવી દઈએ કે મશહુર બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના દીકરા અનીલ અંબાણી અને મુકેશ અંબાણીએ પોતાના મોંઘા મોંઘા શોખ માટે ખુબ પ્રખ્યાત હોય છે. અનીલ અંબાણીએ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે વર્ષ ૧૯૯૧ માં લગ્ન કર્યાં હતા, તેઓના ઘરે બાળકોનો જન્મ થયો જેનું નામ અનમોલ અને અંશુલ રાખવામાં આવ્યું હતું.

અનીલ અંબાણીએ પોતાની પત્નીના ૬૪માં જન્મદિવસ પર એક ૪૦૦ કરોડનો એક સ્પેશ્યલ યોટ ગીફ્ટ કરી હતી જેણે પૂરી મીડિયાને હચમચાવી દીધા હતા. આ યોટની સૌથી ખાસ વાતએ છે કે અનીલ અંબાણીએ પોતાની પત્ની અને તેના નામમાં પેહલા શબ્દ જોડીને તેનું નામ ‘ટીયાન’ રાખ્યું હતું. ટીયાન નામનું આ યોટએ ૩૪ મીટર લાંબુ અને તેને ઇટલીમાં બનાવડાવામાં આવ્યું હતું. રીપોર્ટ અનુસાર કેહવામાં આવી રહ્યું છે કે ૩૪ મિલયન યુરોનો ખર્ચ થયો હતો, આ યોટમાં ૬ લક્ઝરી રૂમો છે.

જેમાં માસ્ટર બેડરૂમ અને સાથો સાથ એક એર કન્ડીશનર બાથરૂમ છે. એટલું જ નહી આ યોટને દુનિયાની સર્વ શ્રેષ્ઠ યોટ માનવામાં આવે છે. અનીલ અંબાણી ની પત્ની જણાવે છે કે તેને નાનપણથી આ યોટ ખરીદવાનો શોખ ધરાવતી હતી, આ સપનુંએ તેના પતિ અનીલ અંબાણીએ કર્યું હતું જેને જોઇને તેની પત્ની ખુબ ખુશ થઈ હતી.

તમને જણાવી દઈએ કે અનીલ અને પત્ની ટીના અંબાણીને આર્ટ અને પેન્ટિંગનો પણ ખુબ શોખ છે, તેઓના ઘરમાં એમ એફ હુસૈન સહિતના ઘણા બધા મશહુર આર્ટિસ્ટની પેન્ટિંગ લાગેલી હતી જે તેના ઘરની સુંદરતામાં વધારો કરે છે. પોતાના ભાઈ મુકેશ અંબાણીની જેમ જ અનીલ અંબાણીનો પણ ધંધો પણ ખુબ ફેલાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *