અંતે સિધાર્થ મલ્હોત્રાએ કિયારા સાથેના સંબંધો અંગેની બાબતને લઈને તોડ્યું મોંન અને જણાવ્યું કે તેઓ ક્યારે કરશે લગ્ન?

Spread the love

હજી હાલમાં જ વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ “શેરશાહ” માં વિક્રમ બત્રાની ભૂમિકા ભજવનાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કીયારા અડવાનીને તેઓના ચાહકો દ્વારા ભરપુર પ્રેમ પ્રાપ્ત થયો છે. આ જોડીને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી અને હવે એવું જાણવા મળ્યું છે કે તેઓ બંને વાસ્તવિક જીવનમાં પણ ખુબ જ કરીબી છે. હાલ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણીએ પોતાના રિલેશનશીપને લીધે ખુબ ચર્ચામાં છે. એવામાં તેઓના ચાહકોએ ઉત્સુખતાથી રાહ જોઈ રહ્યા છે કે આ જોડીએ ક્યારે લગ્ન સબંધ સાથે જોડાશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂ માં લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તે જવાબ આપતા કહે છે કે,’અત્યારે લગ્નની કોઈ ઈચ્છા નથી, મને લાગે છે કે લગ્નએ એવી વસ્તુ છે જેનો પોતાનો એક કોર્સ છે જેમ કે ફિલ્મ નિર્માણ હજી થયું નથી. મારી પાસે સ્ટોરી નથી, સ્ક્રીપ્ટ અને કાસ્ટ તૈયાર છે. હવે આ ક્યારે થશે, મને ખબર પડતા જ હું તમને જાણ કરી દઈશ.’ સિદ્ધાર્થએ આ ઈન્ટરવ્યૂ હિન્દુસ્તાન ટાય્મસને આપ્યો હતો.

સિદ્ધાર્થએ કીયારા સાથેની કેમેસ્ટ્રી વિશે જણાવતા કહે છે કે ફેંસએ અમને વિક્રમ અને ડીમ્પલના કિરદારમાં ખુબ પસંદ કર્યાં છે, આ પ્રથમ ફિલ્મ હશે જેમાં અમે બંનેએ સાથે એક લોવ સ્ટોરીમાં કામ કર્યું. તે જણાવે છે કે કીયારા હોય તો ફિલ્મમાં ઈમોશન અને ક્લાયમેક્સનો તડકો લાગે છે. સિદ્ધાર્થએ એવા સંકેત પણ આપ્યા કે તે કીયારા સાથે બીજી અન્ય લવ સ્ટોરીમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે પણ ખાલી હવે એક સારી સ્ક્રીપ્ટ અને એક સારા ડાયરેક્ટરની રાહ છે.

સિદ્ધાર્થને ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે તમને કીયારમાં સારી બાબત શું લાગે છે ત્યારે તે જણાવે છે કે “મને કીયારા વિશે સૌથી વધુ તે ઓફ સ્ક્રીન હોય છે તે વાત ગમે છે.” તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થએ અને કીયારાએ પોતાના રિલેશનને લઇને કોઈ ખુલસો કર્યો નથી, પણ તેના ચાહકોને તેનું મોંન તૂટવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કીયારા અને સિદ્ધાર્થએ ઘણીવાર એક સાથે જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *