સમાચાર જેવુ

ઘી લેતા પહેલા સો વાર વિચાર કરી લેજો! સુરતમાં નકલી ઘીનો જથ્થો પકડાયો, કૌભાળ એવું કે તમારું માથું ચકારાઈ જશે….

Spread the love

આજના સમયમાં કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા સોમવાર વિચારજો કારણ કે હાલમાં એક કૌંભાળ સામે આવ્યું છે, આ કૌભાળ સુરત શહેરમાં બન્યું છે, ખબર છે વેબ સાઈટ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, હાલમાં જ સૂર્ય શહેરમાં નકલી ઘી ઝડપાયું છે. આ બનાવ સામે આવતા જ સુરત શહેરમાં ચકચાર મચી ગયો છે. આ કૌભાળ વિશે વિગતવાર માહિતી આપીએ કે આખરે બનાવ શું બન્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરના રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી 225 કિલો નકલી ઘીના જથ્થા સાથે એક કારખાનું ઝડપાયું છે, આ બનાવ સામે આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી. તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં જાણવા મળ્યું હતું કે નકલી ઘી બનાવનાર આરોપીઓ શુદ્ધ ઘી વેચવા માટે દાલ્દા ઘીમાં સોયાબીનનું તેલ, હળદળ, કેમિકલ નાખી ઘી બનાવતા હતા, ત્યાર બાદ બ્રાન્ડેડ લોગો ને પકેજીગ કરીને વેચતા હતા.

આ ઘીના બનાવટમાં રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું એક કારખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે આરોગ્ય વિભાગની એક ટીમ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઘી બનાવવાની સાધન સામગ્રી, વનસ્પતિ ઘીનો 15 કિલોના ડબ્બા સાથે રિફાઇન સોયાબીન તેલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઘીના નમૂના પણ લીધા હતા. આ વ્યક્તિ કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરે છે અને ક્યાં-ક્યાં સપ્લાઇ કરે છે? તે બાબતે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *