વિક્કી કૌશલે સલમાન ખાનના બોડીગાર્ડ ધ્વરા સાઈડ કરવા મામલે આપી પ્રતિક્રિયા ! કહ્યું, કેટલીકવાર…જુઓ વિડીયો

Spread the love

મિત્રો જો વાત બોલીવુડની કરવામાં આવે તો ફિલ્મ જગતન જાણીતા એક્ટર એવા સલમાન ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું હતું કે કેવી રીતે વિક્કી કૌશલને સલમાન ખાનના બોડીગાર્ડે ધક્કો માર્યો હતો. જે બાદ હાલ એક નવો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં સલમા ખાન વિક્કી કૌશલને ગળે લગાડતા જોવા મળી રહ્યા છે. તો વળી આ ઉપર વિક્કી કૌશલે પોતાન નિવેદન પણ આપ્યું છે.

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ હાલ અબુ ધાબીમાં છે. જ્યાં તે IIFA 2023 હોસ્ટ કરવા માટે પહોંચ્યો છે. વિકી કૌશલ અને સલમાન ખાન ગયા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને ખૂબ ચર્ચામાં હતા. જેમાં સલમાન ખાનને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલો આ વીડિયો આઈફા ઈવેન્ટનો છે. જેના પર હવે વિકી કૌશલે ખુદ પોતાની પ્રતિક્રિયા આપી છે અને વાયરલ વીડિયોની સત્યતા જણાવી છે.

આઈફા રૉક્સ સેરેમનીના ગ્રીન કાર્પેટ પર ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા વિકી કૌશલે કહ્યું કે કેટલીકવાર વસ્તુઓ ખૂબ આગળ વધી જાય છે. આ વસ્તુઓ વિશે બિનજરૂરી વાતો કહેવામાં આવે છે. તેનો કોઈ ઉપયોગ નથી. કેટલીકવાર વસ્તુઓ તે નથી હોતી જે તે વિડિઓમાં દેખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન IIFAના ગ્રીન કાર્પેટ પર વિકી કૌશલ પાસે ગયો અને તેને ગળે લગાવ્યો. આજે શનિવારે વિકી કૌશલ અને અભિષેક બચ્ચન આઈફા એવોર્ડ હોસ્ટ કરતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અબુ ધાબીમાં આઈફા એવોર્ડ 2023ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યાં વિકી કૌશલ ચાહકો સાથે સેલ્ફી લઈ રહ્યો છે, તે દરમિયાન સલમાન ખાન તેની સુરક્ષા સાથે સામેથી આવે છે. સલમાન ખાનની સિક્યોરિટી પણ વિકી કૌશલનો સાથ આપે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે વિકી કૌશલ સલમાન ખાન સાથે હાથ મિલાવવા હાથ લંબાવે છે, પરંતુ સલમાન ખાન તેને નજરઅંદાજ કરે છે.જેના પર લોકોએ સલમાન ખાનને ખૂબ ટ્રોલ કર્યો હતો. તે જ સમયે, વિકી કૌશલે પ્રતિક્રિયા આપી છે અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *