મગરનો હાર પહેરીને ટ્રોલ થઈ ઉર્વશી રૌતેલ ! ટ્રોલ કરનારાઓને આપ્યો આ સંદેશ કહ્યું કે, મારી….જાણો વિગતે
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ સેરેમનીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળી રહી છે. પહેલા દિવસે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. સારા અલી ખાન અને માનુષી છિલ્લરે કાન્સ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને એશા ગુપ્તા સહિત અન્ય અનેક હસ્તીઓ ફ્રેન્ચ રિવેરા પહોંચી રહી છે.
અને આ ફેસ્ટીવલમાં ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પિંક કલરના ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ગાઉન કરતાં તેના ગળાના હારને લઈને વધુ ચર્ચાઓ થઈ રહી છે. વાસ્તવમાં ઉર્વશીએ તેના ગાઉન સાથે ક્રોકોડાઈલ સ્ટાઈલનો નેકલેસ કેરી કર્યો હતો. સાથે તેઓએ મેચિંગ ઈયરિંગ્સ પણ પહેરી હતી. ઉર્વશીની અનોખી સ્ટાઈલ જોઈને તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી. ટ્રોલ થયા બાદ ઉર્વશીએ કહ્યું છે કે તેની લાગણીઓ ગળાના હાર સાથે જોડાયેલી છે.
ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી છે. સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેના ડ્રેસ અને મગરના ગળાનો હાર બતાવી રહી છે. ઉર્વશીના નેકલેસને જોઈને યુઝર્સે વિવિધ કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ તેને કહ્યું કે જો તેના ગળામાં પડેલો મગર જીવતો થઈ જશે તો શું થશે. તો ત્યાં કેટલાક યુઝર્સે તેના નેકલેસને ઘૃણાસ્પદ અને બેડોળ ગણાવ્યા. જોકે કેટલાક લોકોને ઉર્વશીની સ્ટાઈલ પણ પસંદ આવી હતી અને તેના વખાણ પણ કર્યા હતા.
ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ટ્રોલર્સને જવાબ આપ્યો છે. અભિનેત્રીએ લખ્યું, “મારી લાગણીઓ મારા ક્રોકોડાઈલ માસ્ટરપીસ નેકલેસ સાથે જોડાયેલી છે.” આની બાજુમાં ઉર્વશીએ હાથ ફોલ્ડ ઈમોજી પણ મૂક્યું છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઉર્વશી રૌતેલાને ટ્રોલનો સામનો કરવો પડ્યો હોય. ક્યારેક ઉર્વશી તેના જન્મદિવસ પર લાખો રૂપિયા ખર્ચીને તો ક્યારેક ઋષભ પંતના વિવાદને કારણે ટ્રોલ થઈ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં રામ પોથિનેની સાથે તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. અને બોલિવૂડમાં તે રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં કામ કરી રહી છે. ટૂંક સમયમાં ઉર્વશી પણ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.