વિધ્યાર્થીઓને હવે મુંજાવાની જરૂર નથી !!! SBI લાવ્યું છે એવી સ્કોલરશીપ યોજના કે જેનાથી વિધ્યાર્થીઓને 5 લાખ સુધીની નાણાકીય સહાય મળસે….જાણો સંપૂર્ણ માહિતી
આપના દેશમાં ઘણા વિધ્યાર્થીઓ એવા જોવા મળી જતાં હોય છે કે જે અભ્યાસ માં હોશિયાર હોવા છતાં આગળ પૈસાના અભાવ ના કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી અને પોતાની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભણવાનું છોડી દેતા હોય છે.ત્યારે આવા વિધ્યાર્થીઓ ને અભ્યાસ માં મદદરૂપ થવા માટે અને તેમની કારકિર્દી માં આગળ વધારવા માટે SBI ફાઉન્ડેશન એ આવા નાણાનીય મુશ્કેલીઓ નો સામનો કરી રહેલ લોકો માટે સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને SBI સ્કોલરશીપ તરીકે ઓળખવામાં આવે છે.
SBI આશા સ્કોલરશીપ નો મુખ્ય હેતુ
આ સ્કોલરશીપ નો મૂળભૂત હેતુ મૂળભૂત અભ્યાસક્રમ ને અનુસરતા આર્થિક રીતે પડકારરૂપ પરંતુ આશાવાદી વિધ્યાર્થીઓ માટે છે. જેનાથી આવા હોશિયાર વિધ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરી શકે. હાલમાં SBI દ્વારા સ્કોલરશીપ યોજના 2023 અંગે ની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ યોજના ને રાસ્ટ્રીય અને પ્રાદેશિક સરકાર તેમજ પ્રતિષ્ટિત સંસ્થાઓ ના લાભ થી વંચિત રહેતા વિધ્યાર્થીઓ ને તેમના શિક્ષણ માં આગળ વધવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ હેઠળ 50 હજારથી 5 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે. જેનાથી વિધ્યાર્થીઓ ના અભ્યાસમાં કોઈ રૂકાવટ આવે નહીં અને તેઓ વધુ અભ્યાસ કરવામાટે સક્ષમ બને છે.
SBI સ્કોલરશીપ યોજના 2023 ની વિગત
a | b |
---|---|
યોજનાનુ પૂરું નામ | SBI આશા સ્કોલરશીપ યોજના 2023 |
લાભાર્થીઓ | ધોરણ 6 થી ધોરણ 12 ના વિધ્યાર્થીઓ |
યોજનાનો ઉદ્દેશ | વિધ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડીને અભ્યાસમાં આગળ વધારવા માટે |
મળવાપાત્ર સહાય | 50હજાર રુપિયથી 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય |
સતાવાર વેબસાઇટ | https://www.sbifoundation.in/ |
સ્કોલરશીપ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો
- અગાઉના વર્ષનું પ્રમાણપત્ર ( જેમકે જો ધોરણ 12 ની પરીક્ષા આપી હોય કે પછી સ્નાતક ની ઓય તેના અગાઉના શૈક્ષણિક ની માર્કશીટ સબમિટ કરવી આવશ્યક છે )
- આધારકાર્ડ
- ચાલુ વર્ષના પ્રવેશ પ્રમાણપત્ર માં ફી રસીદ, પ્રવેશ કાર્ડ, સંસ્થાનું ઓળખકાર્ડ શામેલ કરવું આવશ્યક છે.
- અરજદારના માતા પિતાના બેંકખાતા ની માહિતી
- ફોર્મ નંબર 16A અથવા સરકારી ઓર્થિરિટી તરફથી મળતું આવકનું પ્રમાણપત્ર
- અરજદાર નો પાસપોર્ટ ફોટો
યોજના દ્વારા મળતી સ્કોલરશીપ ની માહિતી
1. આ સ્કોલરશીપ યોજના 1 વર્ષ માટે માન્ય રહેશે.
2. અંડરગ્રેજયુએટ કોર્સ 2023 કરવા માટે SBI આશા સ્કોલરશીપ 2023 50 હજાર રૂપિયાની સાહાય પૂરી પાડે છે.
3. જો વિધ્યાર્થી IIT કરતો હોય તો તેમણે આ યોજના દ્વારા 3 લાખ 40 હજાર રૂપિયા ની સહાય મળશે.
4. IIM વિધ્યાર્થીઓ માટે SBI આશા સ્કોલરશીપ યોજના 5 લાખ રૂપિયા ની સહાય આપશે.
5. જો વિધ્યાર્થી PHD કરવા માંગતા હોય તો તેને સ્કોલરશીપ 2023 અંતર્ગત 2 લાખ રૂપિયા આ પોગ્રામ માં આપવામાં આવશે.
યોજનાનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા
- SBI સ્કોલરશીપ યોજના નો લાભ મેળવવા માટે વિધ્યાર્થી એ 30 એપ્રિલ પહેલા પોતાની અરજી સબમિટ કરાવી જરૂરી છે. આ સ્કોલરશીપ મેળવવા માટે તમે SBI ની સતાવાર વેબસાઇટ પર જવાનું રહેશે.
- SBI ફાઉન્ડેશન ની વેબસાઇટ https://www.sbifoundation.in/ પર જાઓ.
- ત્યાર પછી SBI આશા સ્કોલરશીપ યોજનાને એક્સેસ કરવા માટે તેના પર જઈને કિલક કરો.
- SBI આશા સ્કોલરશીપ યોજના 2023 માટે તમારે ઓનલાઈન અરજીની લોન્ચ થયેલ નવી વેબસાઇટ https://www.buddy4study.com/page/sbi-asha-scholarship-program?ref=AllScholarship એક્સેસ કરી શકાય છે.
- હવે ફોર્મ ઓપન થતાં તમારે લાગુ પડતાં અરજીના બટન પર કિલક કરો.
- આ અરજીને એક્સેસ કરવા માટે તમારે ઈમેલ કે મોબાઈલ નંબર ઈન્પુટ કરવાના રહેસે. જેના દ્વારા જ તમને પ્રમાણીકરણ ની જાણકારી મળશે.
- તેમાં માંગવામાં આવતી માહિતીને પૂર્ણ રીતે ભરો અને ત્યાર પછી માહિતી પૂરી થયા બાદ તે ફોર્મ ના અંતમાં આપવામાં આવેલ સબમિટ બટન પર કિલક કરો.
- અરજીમાં માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો ને અપલોડ કરયા બાદ સબમિટ કરવા જરૂરી છે.
- જો SBI દ્વારા તમારી અ માહિતી ની ચકાસણી કરતાં બરાબર લાગે તો વિધ્યાર્થીઓને માહિતીમાં આપેલ તેમના માતા પિતા ના બેન્ક ખાતા માં અ સ્કોલરશીપ જમા થઈ જશે.