સોનું સુદે ફિલ્મના શુટિંગ દરમિયાન જેકલીન ફર્નાન્ડીસને રિક્ષામાં કરાવી મુસાફરી ! વિડીયો થયો વાયરલ…જુઓ તમે પણ
મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો તમે ફિલ્મ જગતના જાણીતા એક્ટર તેમજ ગરીબોના મસીહા એવા સોનું સુદને ઓળખ્તાજ હશો. કે જેઓ હાલ તેમની અગામી ફિલ્મ ફતેહની શુટિંગમાં વ્યવસ્ત છે. તેમજ આ ફિલ્મની કો સ્ટાર જાણીતી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ પણ અભિનેતા સાથે શૂટ કરી રહી છે. તેમજ આ શુટિંગની એક ઝલક પણ સોનું સુદે વિડીયો દ્વરા શેર કરી છે. જે ચાહકો દ્વારા ખુબજ પસંદ પણ કરવામાં આવી રહી છે.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેમાં અભિનેતાને શૂટિંગ દરમિયાન ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આટલું જ નહીં, વિડીયોમાં જેકલીન ફર્નાન્ડીઝ સાથે અભિનેતા ચાહકોની ભારે ભીડથી ઘેરાયેલી શેરીમાં ચાલતા જોઈ શકાય છે. અભિનેતા કેમેરા સાથે શેરીમાં શૂટિંગ કરતો જોવા મળે છે. તે જ સમયે, તેના ચાહકો તેના ઘરની બાલ્કની અને બારીમાંથી જોતા જોવા મળે છે.
આમ આ વીડિયોમાં અભિનેતાની સાથે તેના ક્રૂ મેમ્બર્સ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સોનુ સૂદ જેકલીન ફર્નાન્ડિસને રિક્ષામાં બેસાડીને લઈ જતા જોવા મળે છે. શૂટ દરમિયાન જ તેને ચાહકો તરફથી મળી રહેલા પ્રેમથી અભિનેતા ખૂબ જ ખુશ છે. તેમજ શુટિંગ કરી રહેલ ટીમ સર્થે સાથે ગલીમાં બધાજ લોકોના મોઢા ઉપર ખુશી દેખાઈ રહી હતી.
View this post on Instagram
સોનુ સૂદે વીડિયો શેર કર્યો અને લખ્યું, “ફતેહ’ના સેટ પર ચાહકો તરફથી અપાર પ્રેમ અને પ્રોત્સાહન માટે આભાર!!” તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ફતેહ’નું નિર્દેશન વૈભવ મિશ્રા કરી રહ્યા છે જ્યારે આ ફિલ્મનું નિર્માણ સોનુ સૂદના હોમ પ્રોડક્શન શક્તિ સાગર પ્રોડક્શન અને ઝી સ્ટુડિયો સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની વાર્તા સાયબર ક્રાઈમ પર આધારિત છે. અભિનેતા સોનુ સૂદ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સોનુ સૂદે ચાંદ બરદાઈનો રોલ કર્યો હતો.