સિદ્ધાર્થ શુકલાના હમ શકલે વિડીયોમાં કહી દીધી આ વાત ! ફેન્સ થયા ગુસ્સે કહ્યું, તુ…જુઓ વિડીયો
મિત્રો તમે સિરિયલ અને બિગ બોસમાં આવી ચૂકેલ સિદ્ધાર્થ શુકલાને તો ઓળખતાજ હશો જે બિગ બોસમાં વિજેતા થયો હતો અને હાલ તે આપડી વચ્ચે નથી. અને હાલમાં પણ સિદ્ધાર્થ શુકલાને લઇને કઈ પણ સામે આવે તો તેમના ચાહકો બે માયુસ થઇ જતા હોઈ છે. તેવામાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને લઈને સિદ્ધાર્થ શુકલાના ફેન ખુબજ ગુસ્સે જોવા મળી રહયા છે આવો તમને આ વાયરલ વિડીયો વિષે વિગતે જણાવીએ.
હકીકતમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં સિદ્ધાર્થ શુકલાના હમ શકલ નો છે. આમ તો આ વિડીયો જૂનો છે પરંતુ હાલ તે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે એક વ્યક્તિ કે જે સિદ્ધાર્થ શુકલાની નકલ કરતો જોવા મળી રહ્યો છે. તો વળી વાયરલ થઇ રહેલા વિડીયોમાં એક યુઝરે લખ્યું, ‘કૃપા કરીને સિદ્ધાર્થ અનોખો હતો, તેનું સ્થાન કોઈ લઈ શકે નહીં.’
તો વળી બીજા યુઝરે કોમેન્ટ મારતા લખ્યું કે , ‘તે સિદની આસપાસ પણ નથી. શા માટે તે તેની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે?’ બીજા ઘણા એવા છે જેઓ વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા. જો કે, એક ઈન્ટરનેટ યુઝરે ટ્રોલ કરનારાઓને ચૂપ કરી દીધા, ‘તમે લોકોમાં શું ખોટું છે? સિદ્ધાર્થ તેનો રોલ મોડલ હતો, તે માત્ર તેની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. થોડી દયા કરો.’
View this post on Instagram
‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતા વધી. 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ તેમનું અવસાન તેમના ઘણા ચાહકો માટે આઘાત સમાન હતું. તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બાલિકા વધૂ’ જેવા ટેલિવિઝન શોનો પણ ભાગ હતો. આમ હા આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે તેમજ લોકો ગુસ્સે પણ થઇ રહયા હતા જે કોમેન્ટ વાંચીને ખબર પડે છે.