શાહરૂખ ખાન અને સલમાન ખાને સાથે મળીને ‘ પ્યાર હમે કિસ મોડ પે લે આયા ‘ ગીત એવા અંદાજમાં ગાયું કે આખી મહેફિલ જમાવી દીધી….જુવો વીડિયો
બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં શાહરુખ ખાન અને સલમાન ખાન ની મિત્રતા બહુ જ ખાસ છે. વચ્ચે ભલે તેમની મિત્રતા માં થોડી તિરાડો જોવા મળી હતી પરંતુ બંને હવે ફરી પહલાની જેમ જ એક થઈ ગ્યાં છે. બંને સાથે ફિલ્મો પણ કરી રહ્યા છે અને એકબીજાની સાથે સુખ દુખની વાતો પણ શેર કરતાં નજર આવી રહ્યા છે. શાહરુખ ખાન અને સલમાન ખાન ની ફેંસ ફોલોવિંગ આખી દુનિયામાં જોવા મળી આવે છે.
અને ફેંસ તેમની આ મિત્રતાની જોડી ને પસંદ પણ કરે છે. ત્યારે આ બંને સ્ટાર્સ નો એક જૂનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બંને સુપરસ્ટાર સાથે ગીત ગાતા નજર આવી રહ્યા છે. સલમાન ખાન અને શાહરુખ ખાન નો એક થ્રોબેક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં બંને સુપરસ્ટાર 80 ના દશક નું મશહૂર ગીત ‘ પ્યાર હમે કિસ મોડ પે લે આયા’ ગાતા નજર આવી રહ્યા છે. બંને સરખા રંગની ડ્રેસમાં નજર આવી રહ્યા છે.
આ એવો વિડીયો છે કે જેમાં બંને સુપરસ્ટાર એક સાથે મસ્તી કરતાં નજર આવી રહ્યા છે. શાહરુખ અને અલમાન નો આ વિડીયો તેમના ફેંસ ને બહુ જ પસંદ આવી રહયો છે. અને આના પર રીએકશન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત 1982 માં અમિતાબ બચ્ચન ની મલ્ટિસ્ટાર ફિલ્મ’ સત્તે પે સત્તા ‘ નું છે. ગીતનું મ્યુજિક આરડી બર્મન એ આપ્યું છે અને ફેંસ આજે પણ આ ગીત ને સાંભળવાનું પસંદ કરતે છે.
સલમાન ખાન અને શાહરુખ ખાન ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ બંને કલાકારો એ કરણ અર્જુન, કુછ કુછ હોતા હે, હમ તુમ્હારે હે સનમ જેવી ફિલ્મો માં કામ કર્યું છે. આના સિવાય વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ફિલ્મ ‘ પઠાણ ‘ માં પણ શાહરુખ ખાન ની સાથે સલમાન ખાન પણ જબરદસ્ત એક્શન કરતાં નજર આવ્યા છે જે ફેંસ ના દીલને આકર્ષિત કરી જાય છે. હવે આ બંનેની જોડી ફિલ્મ ‘ ટાઈગર 3’ માં સાથે નજર આવશે.
View this post on Instagram