સંજય દત્તે પૂરા વિધિ-વિધાન સાથે ભગવાન શંકરની પૂજા કરી, ટેરેસ પર પંડિતો સાથે ‘હર હર મહાદેવ’ના નારા ગુંજ્યા…. જુવો તસ્વીરો
શ્રાવણ નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઘણા હરિભક્તો ભગવાન શિવ ની પૂજા અર્ચનામાં લીન જોવા મળી જાય છે જેમાં સામાન્ય માણસ થી લઈને મોટા મોટા ઉધ્યોગપતિ અને સેલિબ્રિટિ પણ પાછા નથી રહેતા ત્યારે, સોમવાર ના રોજ અભિનેતા સંજય દત્ત એ પોતાના ઘર પર શિવ પૂજાનું આયોજન કર્યું હતું. હજુ હાલમાં જ અભિનેતા સંજય દત્ત એ પોતાનો 64 મો જન્મદિવસ મનાવ્યો છે.
તેમણે પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પર આની તસ્વીરો શેર કરી છે. સંજય દત્ત એ મુંબઈ માં આવેલ પોતાના ઘર પર સોમવાર ના રોજ ભગવાન શિવ ની પૂજા કરી હતી. તેમણે આ પુજા દરમિયાન ની ઘણી તસ્વીરો પણ શેર કરી છે. જેમાં તેઓ મહાદેવ ની ભક્તિમાં લીન નજર આવી રહ્યા છે. તે પૂરા તન અને મન થી તમામ પૂજા વિધિ કરતાં દેખાઈ રહ્યા છે. અભિનેતા સંજય દત્ત એ આ પૂજાનું આયોજન પોતાના ઘરની અગાશીમાં કર્યું હતું.
સામે આવી રહેલ તસવીરોમાં ઘણા પંડિત જી પણ નજર આવી રહ્યા છે. અભિનેતા સંજય દત્ત એ આ પૂજા માટે સફેદ કુર્તા અને પાયજામા પહેર્યા છે સંજય દત્ત એ આ તસ્વીરો શેર કરતાં તેના કેપશનમાં લખ્યું છે કે આજ શાનદાર શિવ પુજા, ધન્યવાદ શ્રીઉદયચાર્યજી _, હર હર મહાદેવ. જો સંજય દત્ત ના કામની વાત કરવામાં આવે તો તેઓ જલ્દી જ લોકેશ કનગરાજ ની ફિલ્મ ‘ લિયો ‘ માં નજર આવશે.
અભિનેતા ના જન્મદિવસ પર મેકર્સ એ ફિલ્મ નું પોસ્ટર રિલિજ કર્યું હતું, આ ફિલ્મ થી અભિનેતા તામિલ ઈન્ડસ્ટ્રીમાં દેબ્યું કરશે. ‘ લીયો ‘ 19 ઓક્ટોમ્બર 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થશે. આ ફિલ્મ માં સંજય દત્ત ની સાથે સાથે થલપતિ વિજય અને તૃષા કૃશ્ળન મુખ્ય ભૂમિકામાં હશે. આના સિવાય અભિનેતા’ દ વર્જીન ટ્રી ‘ માં નજર આવશે . સંજય દત્ત, સની દેઓલ, જેકી શ્રોફ અને મીઠું ચક્રવતી ની ફિલ્મ બાપમાં પણ નજર આવશે.આના સિવાય સંજય દત્ત ની ફિલ્મ ‘ ઘૂડચઢી ‘ પણ બહુ જ ચર્ચામાં બની રહી છે.
View this post on Instagram