પરીનીતી ચોપરા અને આપ ના નેતા રાઘવની સગાઈની નવી તસવીરો આવી સામે ….જુઓ તસવીરો
મિત્રો વાત કરવામાં આવે તો પરીનીતી ચોપરા કે જેણે હાલમાજ આપ નેતા રાઘવ ચડ્ડા સાથે સગાઇ કરી લીધી છે અને થોડા દિવસો પહેલા તેમણે તેમની સગાઇને અદ્ભુત ન જોયેલી તસવીરો શેર કરી હતી. પરીનીતી અને રાઘવે આ મહિનાની શરૂઆતમાં દિલ્લીમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઇ કરી હતી. તો વળી હજી લગ્નની કોઈ તારીખ નક્કી નથી થઇ.

પરીનીતી ચોપરાએ સોમવારે તેના ઇનસ્ટાગ્રામ પર આ મહિનાની શરૂઆત માં દિલ્લીના કપૂરથલા હાઉસ માં આયોજિત સગાઇ સમારોહની અમુક ન જોયેલી તસવીરો શેર છે. આ તસવીરોમાં તેમની સગાઈના ઘણા દ્રીશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં આ કપલ એક બીજાને ગળે મળતા નજર આવી રહ્યા છે. તો વળી આ સગાઇમાં પ્રિયંકા ચોપરા પણ હાજર હતી.
તેમજ હાલમાં જે તસવીર સામે આવી રહી છે તેમાં જોવા મળી રહ્યું છે કે પરીનીતી તેમાં ભાવુક થઇ ગઈ હોઈ છે અને રાઘવ તેમના આંસુ લુચતા હોઈ છે. ફોટો શેર કરવાની સાથે કૅપ્શનમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે કેવી રીતે જાણતી હતી કે રાઘવ તેના માટે ‘એક’ છે. “જ્યારે તમે જાણો છો, તમે જાણો છો,” તેણીએ લખ્યું, “સાથે નાસ્તો કર્યો અને મને ખબર હતી – હું એકને મળી હતી. સૌથી અદ્ભુત વ્યક્તિ જેની શાંત શક્તિ શાંત, શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક હશે. તેમનો ટેકો, રમૂજ, સમજશક્તિ અને મિત્રતા શુદ્ધ આનંદ છે. તે મારું ઘર છે.
તેમની સગાઈ વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું, “અમારી સગાઈની પાર્ટી એક સ્વપ્ન જીવવા જેવી હતી – પ્રેમ, હાસ્ય, લાગણીઓ અને નૃત્ય વચ્ચે એક સુંદર સ્વપ્ન! અમે અમારા પ્રિયજનોને ગળે લગાડ્યા અને તેમની સાથે ઉજવણી કરી ત્યારે અમારી લાગણીઓ વધી ગઈ. એક નાની છોકરી તરીકે રાજકુમારીની વાર્તાઓથી ભ્રમિત, મેં કલ્પના કરી કે મારી પરીકથા કેવી રીતે શરૂ થશે. હવે તે પૂર્ણ થઈ ગયું છે, તે હું કલ્પના કરી શક્યો હોત તેના કરતા વધુ સારું છે.”