મહેશ બાબુના પિતાએ લીધા અંતિમ શ્વાસ, રડી રડીને એક્ટરની હાલત થઈ ખરાબ, પ્રભાસ, રામ ચરણ અને આ એક્ટરે આપ્યું આશ્વાસન….જુઓ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ આ સમયે શોકની સ્થિતિમાં છે. તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મહેશ બાબુ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન ચાલી રહ્યા છે. સપ્ટેમ્બર 2022 માં મહેશ બાબુની માતાનું અવસાન થયું અને હવે તેના પિતા અને સાઉથના સુપરસ્ટાર કૃષ્ણા ઘટ્ટામનેની આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. 13 નવેમ્બર 2022 ના રોજ તેમને હૃદયરોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તેમને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સારવાર દરમિયાન 15 નવેમ્બર 2022ના વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
તમને જણાવી દઈએ કે કૃષ્ણા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર હતા. તેઓ સુપરસ્ટાર કૃષ્ણા તરીકે પણ જાણીતા હતા. સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીને સોમવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતા હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો. પિતાના અવસાન બાદ મહેશ બાબુ સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. તે ખૂબ જ લાગણીશીલ દેખાતા હતા. પિતાના અવસાનથી મહેશ બાબુને ખૂબ જ આઘાત લાગ્યો છે.
પિતાનો પડછાયો જતા મહેશ બાબુ સાવ ભાંગી પડ્યો હતો. તે અમુક સમયે લાગણીશીલ દેખાતા હતા. મહેશ બાબુ તેમના પિતા સુપરસ્ટાર કૃષ્ણાને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે રડી પડ્યા હતા.
મહેશ બાબુના સમગ્ર પરિવાર માટે આ દુઃખદ સમય છે કારણ કે અભિનેતાએ બે મહિના પહેલા તેની માતા ઇન્દિરા દેવીને ગુમાવી હતી. ઈન્દિરા દેવીએ 28 સપ્ટેમ્બર 2022 ના રોજ હૈદરાબાદમાં સવારે 4:00 વાગ્યે આ દુનિયાને અલવિદા કહ્યું. ખટ્ટામણેની પરિવાર હજુ આ દુ:ખમાંથી બહાર આવ્યો ન હતો કે હવે અભિનેતાના માથા પરથી પિતાનો પડછાયો પણ ઊઠ્યો.
મહેશ બાબુની આંખો અને ચહેરો સ્પષ્ટ કહી રહ્યા છે કે પિતાની વિદાયને કારણે તેની હાલત કેવી છે. મહેશ બાબુ માટે આ ખૂબ જ દુઃખદ સમય છે, કારણ કે તેઓ તેમના માતા-પિતાની ખૂબ નજીક હતા.
મહેશ બાબુ ઘણી વખત ભાવુક થતા જોવા મળ્યા હતા. અભિનેતા કૃષ્ણાની અંતિમ ઝલક માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ તેમના ઘરે પહોંચ્યા અને તેઓએ મહેશ બાબુને સાંત્વના આપી. પ્રભાસથી લઈને ચિરંજીવી, જુનિયર એનટીઆર, રામ ચરણ, અલ્લુ અર્જુન, નાગા ચૈતન્ય અને બીજી ઘણી હસ્તીઓ કૃષ્ણાના ઘરે પહોંચી હતી.
મહેશ બાબુ હજુ તેની માતાના મૃત્યુના દુઃખમાંથી બહાર આવ્યા ન હતા કે હવે તેના પિતા પણ તેને છોડીને ચાલ્યા ગયા. પિતાના જવાની પીડા મહેશ બાબુ માટે અસહ્ય છે.
રામચરણ પણ કૃષ્ણ ઘટ્ટામનેનીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તે મહેશ બાબુને સંભાળતો જોવા મળ્યો હતો.
સુપરસ્ટાર પ્રભાસ પણ મહેશ બાબુને તેમના દુઃખની ઘડીમાં હિંમત આપતા જોવા મળ્યા હતા.
જો કે, આ વર્ષ મહેશ બાબુ માટે ઘણું ખરાબ સાબિત થયું છે, કારણ કે આ વર્ષમાં તેણે તેના પિતા સહિત પોતાના 3 નજીકના લોકોને ગુમાવ્યા છે.
માતા ઈન્દિરા દેવીના અવસાન બાદ પિતાના નિધનથી મહેશ બાબુ સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે તેને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો.