“ગદ્દર 2” માં કરોડોની કમાણી કરી હોવા છતાં સન્ની દેઓલ એ , પોતાના કરોડોના બંગલાની લોન ન ભરી શકતા બેન્ક એ બંગલાને મુક્યો હરાજી પર
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનું ઘરનું( home) ઘર લેવા માટે લોન લે છે પરંતુ કયારેય કોઈ કારણોસર લોન ન ભરવાના કારણે બેન્ક ઘરને સીલ કરી દે છે અથવા હરાજી કરે છે. હાલમાં જ બૉલીવુડના સુપર સ્ટાર ( bollywood) સની દેઓલની પણ આવી જ હાલત થઇ છે. વાત જાણે એમ છે કે, બેંક ઓફ બરોડા દ્વારા લોનની બાકી રકમ રૂ. 56 કરોડની નોટિસ લોકસભા સાંસદ અને અભિનેતા સની દેઓલને( sunny deoal ) ફટકારવામાં આવી છે.
સામાન્ય વ્યક્તિની જેમ જ સની દેઓલને પણ સમયસર ચુકવણી ન કરતા જુહુમાં સની વિલાના ( sunny vila )વેચાણ માટે નોટિસ જારી કરવામાં આવી છે. એક તરફ ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડ્યા છે, ત્યારે ઘરની રકમ ન ચૂકવી શકવી એ આશ્ચયની વાત છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સની દેઓલ બેંકની લોન( loan ) નહીં ચૂકવે તો તેની મોટી પ્રોપર્ટીની હરાજી થઈ શકે છે.
બેન્ક દ્વારા પૈસા વસુલાત માટે સની દેઓલની મુંબઈ ( mumbai ) સ્થિત અભિનેતાની સંપત્તિની હરાજી કરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ‘સની વિલા’ની હરાજી 25 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. બંગલાની હરાજી માટે 51.43 કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત રાખી છે. માત્ર સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ અભિનેતાઓ સહિત મોટા ઉધોગપતિઓ પણ લોનના સહારે પોતાની સંપત્તિ ઉભી કરે છે, તે આ વાત પરથી સાબીત થાય છે.