ઉદ્યોગપતિ આકાશ અંબાણી તેમની ગર્ભવતી પત્ની શ્લોકા મહેતા સાથે ફરી એકવાર સિદ્ધિવિનાયક મંદિરના દર્શને ગયા…જુઓ તસવીરો
મિત્રો જો વાત કરવામાં આવે તો આજના સમયમાં દેશના સૌથી અમીર વ્યક્તિઓમાના એક અને દુનિયાની ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન ધરાવતા એવા મુકેશ અંબાણી અને તેના ફેમીલીને કોણ જાણતું નથી. તેવામાં હાલ ઉધોગપતિ આકાશ અંબાણી તેમની ગર્ભવતી પત્ની શ્લોકા મહેતા સાથે ફરી એકવાર સિદ્ધિવિનાયક મંદિરના દર્શને ગયા હતા. અને તેમની સાથે મુકેશ અંબાણી તેમજ પૃથ્વી અંબાણી પણ હાજર હતા. અંબાણી પરિવાર ખુબજ ધાર્મિક છે તેમજ તેઓ તેમના દરેક શુભ કાર્ય ભગવાનના આશીર્વાદ પછીજ કરતા હોઈ છે.

અંબાણી પરિવારને ગઈકાલે સિદ્ધિવિનાયક મંદિરે જોવામાં આવ્યા હતા. જ્યાં આકાશ, શ્લોકા, પૃથ્વી, અને મુકેશ અંબાણી જોવા મળ્યા હતા. તો વળી મુકેશ અંબાણી તેમના બે વર્ષના પૌત્ર પૃથ્વી અંબાણીને ખોળામાં લઈને આગળ વધી રહ્યા હતા. તેમજ તેમની પાછળ પાછળ શ્લોક મહેતા અને આકાશ અંબાણી પણ આવતા હતા.

પિંક કલરના ફ્લોય કુર્તામાં તે ખુબજ સુંદર લાગી રહી હતી. તેમજ આકાશ પણ તેમની સાથે આવ્યો હતો. અને કેઝ્યુઅલ શોર્ટ્સ અને કોન્ટ્રાસ્ટીંગ ટી શર્ટમાં સ્માર્ટ દેખાતા હતા. તેમજ ગયા અઠવાડિયે પણ અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. અને તે સમયે પણ આકાશ, શ્લોકા મહેતા, પૃથ્વી અને મુકેશ અંબાની જોવા મળ્યા હતા.

અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ હતી. અને તે તસવીરોમાં શ્લોકા ફલોરલ કુર્તામાં જોવા મળી હતી. તો વળી આકાશ તેના પુત્ર પૃથ્વીને ખોળામાં લઈને અને મુકેશ અંબાણી હાથ જોડીને ઉભા જોવા મળ્યા હતા. અને દરેક લોકોએ દીવાલને સ્પર્શ કરીને આશીર્વાદ માંગ્ય હતા.