બોલીવૂડ “ખલનાયક ” સંજયદત્ત એ “પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી” માં કરી એન્ટ્રી , આ ધમાકેદાર એન્ટ્રી જોઈને ફેન્સ થયા ઉત્સાહિત… જુઓ ખાસ તસ્વીરો
અભિનેતા સંજય દત્તે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ અભિનય કૌશલ્ય બતાવ્યું છે. ‘KGF 2’માં સંજય દત્તે કરેલા અભિનયને કેટલા ભૂલી શકે છે. ‘KGF 2’ સિવાય સંજય દત્ત વધુ સાઉથની ફિલ્મોમાં જોવા મળવાનો છે. પરંતુ આ દરમિયાન સંજય દત્ત પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં આવી ગયો છે. બોલિવૂડ અને સાઉથ બાદ સંજય દત્ત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સંજય દત્તના ચાહકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. તો ચાલો જાણીએ સંજય દત્ત તેની પહેલી પંજાબી ફિલ્મમાં કયા સ્ટાર્સ સાથે જોવા મળશે.
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયથી ધૂમ મચાવનાર સંજય દત્ત હવે પંજાબી ફિલ્મમાં પણ જોવા મળવાનો છે. સંજય દત્તે ટ્વીટ કર્યું કે તે ગિપ્પી ગ્રેવાલ સાથે ફિલ્મ ‘શેરાન દી કૌમ પંજાબી’માં જોવા મળવાનો છે. સંજય દત્તનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સંજય દત્તના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મના ડિરેક્ટર અને લેખક પણ ગિપ્પી ગ્રેવાલ છે. આ ફિલ્મ પહેલા ગિપ્પી ગ્રેવાલ ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા 3’માં જોવા મળ્યો હતો. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
આ ફિલ્મોમાં સંજય દત્ત જોવા મળવાનો છે. સંજય દત્તની પંજાબી ફિલ્મ ‘શેરાન દી કૌમ પંજાબી’ની સાથે તેનું નામ બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો સાથે પણ જોડાઈ રહ્યું છે. સાઉથની ફિલ્મ ‘લિયો’ અને ‘ડબલ આઈસ્માર્ટ’માં સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સંજય દત્ત મૌની રોય-પલક તિવારી સાથે બોલિવૂડ ફિલ્મ ‘જેલ’ અને ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે.